આ રાશિવાળાવાળા લોકો ક્યારેય નથી રહી શકતા ચુપ, તે હોઈ છે ખુબ જ બોલકણા…

ઘણી વાર આપણે જોઈએ છીએ કે અમુક લોકો ખુબ જ વાતોડિયા હોઈ છે. તે પૂરો દિવસ બોલ બોલ જ કરતા રહેતા હોઈ છે. આપણે એને જવાબ આપતા થાકી જઈએ પરંતુ તેની વાતો પૂરી થતી નથી. પરંતુ આમાં દોષ એ વ્યક્તિનો નહી પરંતુ તેની રાશીનો હોઈ છે. આજે અમેં તમને જણાવીશું એવા રાશિના લોકો ને કે જેની કુંડળીમાં જ બોલવાનું લખેલું હોઈ છે. તે ગમે એટલું ચુપ રહેવાની કોશિશ કરે પરંતુ તે ચુપ રહી શકતા નથી. આવો જાણીએ તેના વિશે ..

કુંભ

કુંભ રાશિના લોકો ગોસિપ અને નાટકને ખુબજ પસંદ કરે છે આમ તો આ રાશિના જાતકો દરેક સાથે કનેક્ટ થવાની પૂરે પૂરી ટ્રાય કરે છે. કુંભ રાશિના જાતકો વધુ વાતો કરતા લોકોને ખૂબ પ્રેમ કરે છે. જ્યારે તે બીજી તરફ એવું બતાવે છે કે તે લોકોને ગપશપ કરવામાં બિલકુલ રસ નથી. કુંભ રાશિના જાતકો ગપસપનો એક ભાગ બને છે અને તે પછી તેમા મસાલો ઉમેરીને તે વાતને રસપ્રદ બનાવે છે. પરંતુ આ રાશિના લોકો ક્યારેય સ્વીકાર નહીં કરે કારણકે તેમનો અહંકાર તેમને આ સ્વીકાર કરવાની ક્યારે મંજૂરી નહીં આપે.

મિથુન

મિથુન રાશિના જાતકો ખાસ કરીને દરેક લોકોને વાયદાઓ કરવામાં માહિર હોય છે કે તે કોઈના રાઝ ક્યારેય કોઈ ને નહિ કહે. પરંતુ તે દરેક લોકોને કહી દે છે. આ વ્યક્તિ તમારુ રાજ જાણવા માટે પહેલા તમારો વિશ્વાસ જીતે છે. તે લોકો એવું ઇચ્છે છે કે તમે તેમના મનની વાત તેમને કહી દો. તે સિવાય આ રાશિના લોકો તમને કહે છે કે તે તમારા રહસ્ય ક્યારેય કોઇને નહીં કહે, પરંતુ વાત-વાતમાં તે તમારું રહસ્ય અન્યને જણાવી દે છે.

તુલા

આ રાશિના જાતકો પોતાની તટસ્થતા અને ન્યાય માટે જાણીતા હોય છે અને જીવનમાં યોગ્ય નિયમ રાખે છે. આમ છતા પણ વાતોડિયાની યાદીમાં તે પ્રથમ નંબરે આવે છે. એક તરફ તે દયાળું, નિર્દોષ અને સ્નેહી વ્યક્તિ હોય છે. તે ગપશપ ખૂબ સારા અંદાજમાં કરે છે. આ રાશિના લોકો ખૂણામાં જઇને ગપશપ કરવું યોગ્ય નથી માનતા.

આ રાશિના જાતકો દરેકની સાથે વાતો કરવામાં ખુબ આનંદ અનુભવતા હોય છે. જેની પાછળનું કારણ છે કે આ લોકોને ખબર હોય છે કે તેમને કોઇ જજ કરી રહ્યું નથી. કોઇપણ મુદ્દા પર દરેક લોકોને એક સાથે કરવામાં માને છે. તે લોકો પરિસ્થિતિના દરેક પક્ષને ધ્યાનથી સાંભળે છે. આ રાશિના લોકો કોઇની પણ વાત પર તરત વિશ્વાસ કરતા નથી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment