શું તમારા ઘરમાંથી ગરીબી દુર થવાનું નામ નથી લઈ રહી? જાણો આ ચમત્કારિક ઉપાયો વિશે

વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઇમાં ક્રાસુલાને ખૂબ જ ભાગ્યશાળી છોડ માનવામાં આવે છે. આ છોડને ઘરમાં રાખવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને પૈસાની બરકત થાય છે. તેને ચમત્કારિક છોડ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી દુખોનો અંત થાય છે. આજ ના આ લેખ દ્વારા અમે તમને ક્રાસુલાના ચમત્કારિક ઉપાય અને આ છોડ સાથે જોડાયેલી અમુક મહત્વપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

ક્રાસુલાનો છોડ –

ક્રાસુલા ના પત્તા ખુબ જ મુલાયમ અને મખમલી હોઈ છે. આ છોડના પત્તાનો આકાર વિશાળ હોઈ છે અને જોવામાં તે લીલા અને પીળા રંગના હોઈ છે. આ છોડની લંબાઈ વધારે નથી હોતી અને તે ઘરના કોઈપણ ખૂણામાં સરળતાથી મૂકી શકાય છે. આ છોડના પાંદડા થોડા મોટા હોઈ છે. એટલા માટે એ સરળતાથી તૂટતા નથી. તેને એક નાના એવા ગમલા માં પણ લગાડી શકાય છે.

ક્રાસુલાના ચમત્કારિક ઉપાયો –

આ છોડને વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઇમાં શુભ માનવામાં આવે છે અને ક્રાસુલાના ચમત્કારીક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ છોડ આજુબાજુ રહેવાથી જીવનમાં ખુશીઓ આવે છે. આ છોડથી સકારાત્મક ઉર્જા આવે છે જે ઘરનો માહોલ સારો બનાવી રાખે છે.

ધન લાભ –

ક્રાસુલાનો છોડ ઘરમાં લાવતા જ ઘરમાં ધન લાભ થવા લાગે છે અને ધનથી જોડાયેલી બધી જ પરેશાનીઓ દુર થાય છે. જે લોકો આર્થિક તંગી નો સામનો કરી રહ્યા છે તે લોકો જરૂર આ છોડને ઘરમાં રાખે.

શાંતિ બની રહે છે –

ઘરમાં અશાંતિ અથવા કલહ થવા પર ક્રાસુલાનો છોડ ઘરમાં લાવો. આ છોડ લાવતા જ ઘરમાં શાંતિ સ્થાપિત થશે અને રોજની કલહ થી છુટકારો મળશે.

નકારાત્મક ઉર્જા દુર કરે છે –

ઘરમાં નકારાત્મક ઉર્જા થવા પર ઘરનો માહોલ ખરાબ રહે છે અને ઘરની ખુશીઓ ખતમ થઈ જાય છે. ઘરમાં નકારાત્મક ઉર્જાનો અભાસ થવા પર ક્રાસુલા નો છોડ ઘરે લઈ આવો. તેનાથી નકારાત્મક ઉર્જા દુર થશે અને પરિવાર ના સદસ્યોને દરેક કામમાં પ્રગતિ મળશે.

રોગ દુર થાય છે –

ક્રાસુલા નો છોડ ઘરમાં રાખવાથી પરિવાર નું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. પરિવારમાં જો કોઈ સદસ્ય બીમાર હોઈ તો તેની રૂમ માં આ છોડ રાખી દેવો. તેનાથી તેની તબિયત સારી થઈ જશે.

ક્રાસુલાના છોડથી જોડાયેલી અન્ય જાણકારી

વધારે દેખભાળની જરૂરત નથી –

આ છોડને વધારે દેખભાળ ની જરૂરત પડતી નથી અને આ છોડ આસાની થી મોટો થઈ જાય છે. એટલું જ નહી તેનું આયુષ્ય પણ લાંબુ હોઈ છે.

દિવસમાં એકવાર પાણી જરૂરથી આપવું –

ક્રાસુલાનો છોડ ત્રણ દિવસ સુધી પાણી વગર રહી શકે છે. તો પણ તમે આ છોડને રોજ પાણી આપ્યા કરો જેથી તે સુકાઈ નહી અને હર્યુંભર્યું રહે. ક્રાસુલાનો છોડ સુકાઈ જાય તો તેને ઘરમાં ના રાખો. સુકાયેલો છોડ ઘર માં રાખવાથી ધન હાનિ થઈ શકે છે.

ક્યારેય ના તોડવા પત્તા –

ક્રાસુલાના છોડને શુભ માનવામાં આવે છે અને આ છોડને યોગ્ય રીતે જાળવવો જોઈએ. કયારેય પણ તેના પત્તા તોડવા ના જોઈએ. આ છોડની સાથે અન્ય કોઈ છોડ પણ ન રાખશો.

ક્રાસુલાના ચમત્કારિક ઉપાય વાંચ્યા પછી, આ છોડને તમારા ઘરમાં જરૂરથી રાખો. કેમકે જ્યારે તમે આ છોડની સારી સંભાળ લેશો ત્યારે જ ક્રાસુલાના ચમત્કારિક ઉપાયો અસરકારક નીવડશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment