
Covid-19 એટલે કે કોરોનાએ દેશમાં હાહાકાર મચાવ્યો છે, એવામાં દેશના Pm મોદીજીએ એક સૌથી મોટી જાહેરાત કરી છે. પીએમ મોદીજીએ કોરોનાને રોકવા 21 દિવસ માટે પુરા દેશભરમાં લોકડાઉન લાગુ કરેલું હતું જેની મુદત આજે સમાપ્ત થઈ રહી છે, એવામાં પીએમ મોદીજીએ આજે ફરી એકવાર રાષ્ટ્રને સંબોધિત કર્યું છે. આવો જાણીએ પીએમ મોદીજીએ શું કહ્યું અને ક્યાં સુધીનું લોકડાઉન લંબાવ્યું..

- પીએમ મોદી : લોકડાઉનના આ સમયમાં દેશના લોકો જે રીતે નિયમોનું પાલન કરી રહ્યા છે જે સંયમથી પોતાના ઘરમાં રહીને તહેવાર મનાવી રહ્યા છે તે ખૂબ જ પ્રશંસનીય છે.

- હું જાણું છું કે તમને કેટલી મુશ્કેલીઓ પડી છે. કોઇને જમવામાં પરેશાની, કોઇને આવવા-જવાની પરેશી, કોઇ ઘર-પરિવારથી દૂર છે.
- પીએમ મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કોરોનાની વિરૂદ્ધ લડાઇમાં દેશવાસીઓના સહયોગની પ્રશંસા કરી.

- કોરોના વૈશ્વિક મહામારીના વિરૂદ્ધ ભારતની લડાઇ, ખૂબ મજબૂતીની સાથે આગળ વધી રહ્યો છે. તમારી તપસ્યા, તમારા ત્યાગના લીધે ભારત અત્યાર સુધી, કોરોનાથી થનાર નુકસાનને કેટલીક હદ સુધી ટાળવામાં સફળ રહ્યા છે.

- તમામ લોકોની ભલામણ છે કે લોકડાઉનને વધારવામાં આવે. કેટલાંય રાજ્ય તો પહેલેથી જ લોકડાઉનને વધારવાનો નિર્ણય કરી ચૂકયા છે. સાથીઓ, તમામના મંતવ્યોને ધ્યાનમાં રાખતા એ નક્કી કરાયું છે કે ભારતમાં લોકડાઉનને હવે 3મે સુધી વધુ વધારાશે : પીએમ મોદી.
- છેલ્લાં 24 કલાકમાં દેશમાં 1211 નવા કેસ, 31ના મોત.
- દેશના આઠ રાજ્યો પંજાબ, મહારાષ્ટ્ર, તેલંગણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તામિલનાડુ, પુડ્ડુચેરી અને અરુણાચલ પ્રદેશે પણ 14મીથી બે અઠવાડિયા માટે એટલે કે 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી દીધી છે.

- મોદી સાથે રાજ્યોના સીએમની વીડિયો કોન્ફરન્સમાં વધુ 13 રાજ્યોએ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવાની તરફેણ કરી હતી.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team