રાણીની વાવ – પાટણ ગુજરાતનું વિશ્વ ધરોહરનું સ્થળ

રાણીની વાવ સાત માળ બાવડી છે જે અંદરથી ઉત્કર્ષણ અને ભારતીય શિલ્પકલા થી સંપૂર્ણ રીતે અલંકૃત છે. આ બાવડી એક રાણીએ તેના પતિની યાદમાં બનાવેલી છે. ભારતના આ અદ્વિતીય સ્થળએ 2014 માં વિશ્વ ધરોહર ના સ્થળોમાં તેનું સ્થાન ગ્રહણ કર્યું હતું.રાણીની વાવની ભવ્યતા અને વૈભવ ની તુલના ત્યાં રહેલી કોઈ અન્ય બાવડીથી નથી કરી શકાતી. 

દાદરવાળી બાવડીની સંપૂર્ણ રચના ભૂ-સ્તરથી નીચેના ભાગમાં આવેલી છે. એટલા માટે જયારે તમે તેની બાજુ આગળ વધો છો તો તમને આજુ બાજુ ફક્ત લીલીછમ જમીન જ નજર આવશે. જેના પર બનેલા માર્ગ તમને જમીન માં બનેલી એક મોટી સુરાખ બાજુ લઈ જાય છે.

દાદરવાળી અલંકૃત બાવડી –

Image Source

આ સુરાખના પ્રવેશ દ્વાર પર પહોચતા જ તમને ત્યાની ખૂબ મોટી સીડીઓ પર બનેલી મોટી-મોટી રચનાઓ નજર આવશે. તથા ત્યાની દીવાલો પર પણ તમને ઉત્કીર્ણ ની શિલ્પકારી નજર આવશે. જેમ જેમ તમે આ બાવડી ની ઊંડાણ માં ઉતરતા જશો તેમ તેમ તેની ખુબસુરતી તમને વધુ મોહિત કરતી જશે. અહીંની દરેક ચિત્રકારી પોતાનામાં જ અદ્વિતીય છે.

Image Source

રાણીની વાવની મૂર્તિઓ –

Image Source

દાદરવાળી આ બાવડીની દીવાલો પર તમને મુખ્ય રૂપથી વિષ્ણુના દસ અવતાર વાળી મૂર્તિઓ નજર આવશે. તેની સાથે જ અહી સ્ત્રીના સોળ શણગાર વાળા વિવિધ પ્રકારોની નારી મૂર્તિઓ દર્શાવવામાં આવી છે. તેની સિવાય અહી નાગ કન્યાઓ ની પણ અમુક મૂર્તિઓ છે.

રાણીની વાવનો ઉંડો કુવો –

Image Source

રાણીની વાવમાં નીચે અંતિમ સ્તર પર એક ઉંડો કુવો છે જે ઉપરથી પણ જોઈ શકો છો. આ કુવાની અંદર ઊંડાણ સુધી જવામાં પણ દાદર બનેલા છે. જો તમે આ કુવાની અંદર સુધી જશો તો તમને તેના તળ માં સ્થિત શેષ પથારી પર સુતેલા વિષ્ણુ ની મૂર્તિ જોવા મળશે.

પાટણ , ગુજરાત –

Image Source

રાની ની વાવ અમદાવાદથી લગભગ 140 કિ.મી. ઉત્તર પશ્ચિમ ભાગમાં, પાટણ શહેરની નજીક બનેલી છે. જે સોલંકી વંશજો ની પ્રાચિનતમ રાજધાની થયા કરતી હતી. સોલંકીના વંશજો પ્રથમ સદીના બદલાતા યુગ દરમિયાન આ પ્રદેશ પર શાસન કરતા હતા. રાજા ભીમદેવની પહેલી પત્ની રાણી ઉદયમતીએ તે 11 મી સદીના અંતમાં બનાવ્યું હતું. આ વાવના નિર્માણ પાછળનું મુખ્ય કારણ પાણીનું સંચાલન હતું, કારણ કે આ વિસ્તારમાં ખૂબ ઓછો વરસાદ પડે છે. તેની પાછળનું બીજું કારણ એ પણ હોઈ શકે છે કે રાણી ઉદયમતી જરૂરતમંદ લોકોને પાણી પુરું પાડી પુણ્ય મેળવવા ઇચ્છતી હતી.

Image Source

રાણીની વાવ જોયા પછી, તમે જરૂર આપણા પૂર્વજોના ના દ્રષ્ટિકોણની પ્રશંસા કરશો જે જીવન પ્રતિ બેવડા વલણ રાખતા હતા. સીડીઓવાળી આ બાવડી ફક્ત આ વિસ્તાર દ્વારા પૂરા પાડવામાં આવતા કેટલાક પાણીને એકત્રિત કરવાની જગ્યા જ નહીં, પરંતુ આ એક એવી જગ્યા છે જ્યાં આવી લોકો શાંતિ અને સુખનો અહેસાસ કરે છે. આ સંપૂર્ણ બાવડી પ્રાચીન સમયની માન્યતાઓ અને સંસ્કૃતિ પર લખેલું પુસ્તક છે, જે આવનારી પેઢી માટે લખાયેલું છે.

તમે જયારે પણ ગુજરાત જાઓ ત્યારે એકવાર રાણીની વાવ જરૂરથી જવું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment