રોઝ ડે – શું તમે જાણો છો, કયા રંગના ફૂલનો શું અર્થ થાય છે જાણો ..

જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે આજથી વેલેન્ટાઇન વિક ચાલુ થઈ ગયું છે. એમાંથી આજે પહેલો દિવસ છે જેને રોઝ ડે ના નામથી ઓળખવામાં આવે છે. આજના દિવસે પ્રેમ વ્યક્ત કરવા ગુલાબ નું ફૂલ એ શ્રેષ્ઠ માધ્યમ છે. આજના દિવસે ફક્ત લાલ જ નહી પરંતુ ઘણા અલગ રંગના ફૂલો આપવામાં આવે છે. અને દરેક રંગના ફૂલની લાગણી અલગ અલગ હોઈ છે. તો આવો જાણીએ કયા રંગના ફૂલનો શું અર્થ થાય છે.

ગુલાબી ગુલાબ –

જો તમે આભાર વ્યક્ત કરવા માંગતા હોય અને કહેવું હોય કે  તેમણે તમારા જીવનમાં પ્રેમ ભરી તમને ભાગ્યશાળી બનાવ્યા છે તો ગુલાબી ગુલાબ આપવું. આ ગુલાબ સુખ, કૃતજ્ઞતા અને સંબંધની સુંદરતા દર્શાવે છે.

પીળું ગુલાબ –

 પીળું ગુલાબએ મિત્રતાના સંબંધો અને તેના પ્રત્યેનો તમારો પ્રેમ દર્શાવવાની એક સારી રીત છે. તમે ગુલાબનો આ રંગ ફક્ત તમારા મિત્રને જ નહીં પરંતુ તમારી ગર્લફ્રેન્ડ અથવા પત્નીને પણ આપી શકો છો, જેથી તેઓ બતાવી શકો કે તે ફક્ત તમારા પ્રેમી જ નહીં પરંતુ સારા મિત્રો પણ છે.

સફેદ ગુલાબ –

તમે કોઈના પ્રેમમાં છો? અથવા તો રોઝ ડેથી સંબંધોની શરૂઆત કરવા જઈ રહ્યો છો ? તો સફેદ ગુલાબ ગુલાબ શરુઆત કરવા માટે પરફેક્ટ છે.  આ ગુલાબ શુદ્ધ પ્રેમ દર્શાવે છે અને તમારા માટે કોઈ વ્યક્તિ પરફેક્ટ પાર્ટનર છે તે વાત દર્શાવે છે.

ઓરંજ ગુલાબ – 

ઓરેન્જ રોઝ એ સ્પષ્ટ કરે છે કે તમે બીજા પ્રત્યે ગંભીર છો અને એકબીજાના જીવનમાં જોડાવા માંગો છો. નારંગી રંગનો ગુલાબ એ સંબંધનો નામ આપવાની અનુમતી લેવા આપવામાં આવે છે.   

બ્લુ રોઝ –

આ ગુલાબ ખૂબ જ દુર્લભ છે, તેથી જ તેની સાથે જોડાયેલી લાગણી પણ ખાસ જ હોય ને…જ્યારે તમારે કોઈને કહેવું હોય કે તે તમારા માટે ખૂબ જ ખાસ છે ત્યારે આ રોઝ આપવું જોઈએ. આ રોઝ પત્નીને આપીને પણ તેનું મહત્વ દર્શાવી શકાય છે. 

 સફેદ અને લાલ ગુલાબ –

તમારા જીવન માટે જો કોઈ વ્યક્તિ વિશેષ હોય અને તમારા મનમાં તેના માટે સમર્પણની લાગણી હોય તો તેને આ ગુલાબ આપવું જોઈએ. 

પીળા અને લાલ ગુલાબ –

જો તમને કોઇક ગમતું હોય અને તમે તેની સાથે સંબંધને આગળ વધારવા ઈચ્છતા  હોય, તો તમે લાલ ટીપ્સ સાથે પીળો લાલ ગુલાબ મીક્ષ કરીને આપો.  કોઈ વ્યક્તિ મિત્ર હોય અને તમને તેના માટે લાગણી થાય ત્યારે આ ગુલાબ આપવા જોઈએ. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment