ઘરના જુના કપડા વેચી કરો ઓનલાઈન કમાણી, જાણો કઈ છે તે વેબસાઈટ

ભારતમાં વંશીયતા, ભૂગોળ, આબોહવા અને સાંસ્કૃતિક પરંપરાઓને આધારે વિવિધ પ્રકારનાં કપડાં પહેરવામાં આવે છે. જેમ જેમ ફેશન વધતી જાય તેમ લોકોની કપડા પહેરવાની સ્ટાઈલ પણ બદલાતી જાય છે પરિણામે બીજા જુના કપડાનો ઢગ જમા થઈ જાય છે. ઘણા લોકોના ઘરે જુના કપડાનો ઢગ પડેલો જ હશે. કોઈ ને સાઈઝ નો પ્રોબ્લેમ હોઈ છે તો કોઈ ને નવા કપડા અને નવી ફેશન ના લીધે જુના પડ્યા હશે. આજે અમે તમને આ જુના કપડા વેચી કઈ રીતે ઓનલાઈન કમાણી કરવી તે વિશે જણાવીશું.

જેમ કે આપણે બધા જાણીએ જ છીએ કે ઘણી બધી એવી ઓનલાઇન વેબસાઈટ છે જ્યાં તમે જૂના કપડા વેચી શકો છો. . OLX પર પણ જૂના કપડા સિવાય ઘણી વસ્તુઓ વેચી શકાય છે. આ સાઇટ પરથી તમે વેચાણ ઉપરાંત કપડાં ખરીદી પણ શકો છો. જો કે, OLX પર તમારે થોડું સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની ખબરો ઘણી વખત પ્રકાશમાં આવતી હોય છે. મીડિયા રિપોર્ટ મુજબ Elanic જૂના કપડા વેચવા માટે ખૂબ જ સારું ઓનલાઇન પ્લેટફોર્મ છે. આ સાઇટ પર જૂના કપડાંની કિંમત પણ સારી મળી જાય છે

આ સિવાય Refashioner સાઇટ પર તમે તમારા જૂતા, બેગ, કપડાં અને અન્ય વસ્તુઓ વેચી શકો છો. આ સાઇટ પરથી તમે બધી મોડલ્સ અને અભિનેતાઓનાં કપડાં પણ ખરીદી શકો છો.

 Spoyl આ સાઇટ પર કપડાં સિવાય તમે બ્યૂટી અને બેબી પ્રોડક્ટ્સ પણ ખરીદી અને વેચી શકો છો. આ સાઇટ પર તમે પુસ્તકોનું વેચાણ પણ કરી શકો છો.

નોંધ: આ ઉપરોક્ત સાઇટ્સ પરથી કોઈ પણ વસ્તું અથવા પ્રોડક્ટ્સની ખરીદ અથવા વેચાણ કરતા પહેલા સાઇટ, નિયમ અને શરતો અંગે માહિતી ચકાસી લેવી. સાથે જ આ ઓનલાઇન સાઇટ્સ પર કોઈ પણ વ્યવહાર કરતા સમયે સાવચેતી પણ જરૂર રાખવી કેમકે ઓનલાઈન કરવામાં ઘણીવાર લોકો છેતરાઈ જવાની ફરિયાદ પણ ઘણીવાર સામે આવેલી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment