COVID-19 સામે લડવા પોતાની 102 ટ્રોફી વેચી, ‘PM કેસ ફંડમાં’ આપ્યું આટલા બધા રૂપિયાનું દાન

હાલ દુનિયાભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, તે ખુબ જ જડપથી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. કોરોનાનો કહેર કાળ બનીને વરસ્યો છે. કોરોનાએ તેની પછેડી સતત પહોળી કરી અનેક લોકોને ભરડામાં લઈ રહી હોય તેમ વિશ્વમાં કોરોનાનો આંક કુદકેને ભૂસકે વધી રહ્યા છે. એવામાં દરેક તેનાથી બનતી કોશિશ જરૂર કરે છે. દરેક લોકો કોરોના સામે લડવા તેનાથી બનતું યોગદાન જરૂર આપે છે.

કોરોના સામે લડવા માટે દેશના તમામ અલગ-અલગ ફિલ્ડના લોકો આગળ આવી રહ્યાં છે. આજે અમે જણાવીશું કે ફક્ત 15 વર્ષનો ગોલ્ફર અર્જુન ભાટી એ કેવી રીતે COVID-19 રોગચાળા સામે લડવા માટે યોગદાન આપ્યું. ગોલ્ફર અર્જુન ભાટીએ ત્રણ વર્લ્ડ જુનિયર ગોલ્ફ ચેમ્પિયનશિપ ટાઈટલ અને રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ સહિતની તમામ ટ્રોફી વેચીને રૂપિયા 4.30 લાખ એકત્રિત કર્યાં છે.

ગ્રેટર નોઈડાનાં ગોલ્ફર અર્જુન ભાટીએ 2016 અને 2018 માં યુએસ કિડ્સ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ગયા વર્ષે FCG callaway જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી હતી. અર્જુને વડાપ્રધાન રાહત ભંડોળ (પીએમ-કેર્સ ફંડ)માં મોટું દાન આપ્યું છે.

અર્જુને કહ્યું છેકે ભંડોળ ઉભું કરવા માટે તેણે તેની બધી ટ્રોફી તેના સંબંધીઓ, તેના માતા-પિતા અને મિત્રોને વેચી દીધી હતી. તેમણે મંગળવારે હિન્દીમાં ટ્વિટ કર્યું હતું કે, જે દેશ-વિદેશમાંથી જીતીને 102 ટ્રોફી મે કમાઈ હતી, તેને સંકટનાં સમયે 102 લોકોને આપીને તેમાંથી આવેલાં કુલ 4,30,000 રૂપિયા પીએમ-કેયર્સ ફંડમાં દેશની મદદ માટે આપ્યા છે.’

અર્જુને આગળ લખ્યું હતું કે, મારા યોગદાનની જાણ થતાં મારી દાદી પહેલા રડ્યા અને પછી કહ્યું,’ આ સમયે અસલી અર્જુન તું છે, માનવ જીવન બચાવવું મહત્વપૂર્ણ છે. ટ્રોફી ભવિષ્યમાં જીતી શકાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આને રીટવીટ કરતા લખ્યું, ” દેશવાસીઓની આ જ ભાવના છે, જે કોરોના રોગચાળા દરમિયાન સૌથી મોટો ટેકો છે.” 102 ટ્રોફી વેચતાં ગોલ્ફરના દાદી ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યાં હતાં. આ ઉપરાંત આ ટ્રોફિ તેણે પોતાના નજીકના સંબંધીઓ અને મિત્રોને વેચી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment