શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન મિત્રો સાથે મચાવી રહી છે ધમાલ, જુઓ આ તસ્વીરો

ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની પુત્રી સુહાનાનું હમણાં બોલીવુડ ડેબ્યુ દુર છે પરંતુ તે સોશલ મીડિયા પર ખુબ જ ફેમસ છે. તેની ન્યુયોર્કમાં કોલેજની નવી તસ્વીરો સામે આવી છે, જે તેજીથી વાયરલ થઈ રહી છે. અભિનેતા શાહરૂખ ખાનની પુત્રી સુહાના ની ઇન્સ્તાગ્રામ પર મોટી ફેન ફોલોવિંગ છે અને તે બધા આ ફોટાઓને પસંદ પણ કરી રહ્યા છે.

આ તસવીરોમાં સુહાના તેના સાથી છાત્રો સાથે એક ગ્રુપમાં છે. એક ફોટો બાહ્ય પ્રવૃત્તિ નો છે, જયારે બીજા ફોટામાં ત્રણમાંથી બે છાત્રો તેના હાથમાં ‘સ્ટાર ઓફ ધ વિક’ નું એક બોર્ડ રાખેલું છે. એક વધુ તસ્વીર છે જેમાં છાત્રવાસ ની ક્રિસમસ પાર્ટી હોઈ એવું જોવા મળી રહ્યું છે. સુહાના પાછલા વર્ષ ઓગસ્ટથી ન્યુયોર્કમાં અભ્યાસ કરી રહી છે.

તેણીની માં ગૌરી ખાનએ નવી કોલેજમાં સુહાનાના પહેલા દિવસથી જ એક વિડીયો શેર કર્યો હતો. જેને તેણીએ બાદમાં હટાવી દીધો હતો. સુહાનાએ ઈંગ્લેંડ જતા પહેલા મુંબઈના ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતી. ત્યારબાદ તેમણે બ્રિટેનના આર્ડીગલી કોલેજમાં અભ્યાસ કર્યો. તેનો મોટો ભાઈ આર્યન સાઉથ કૈલિફોર્નિયાવિશ્વવિદ્યાલય માં ફિલ્મ નિર્માણ નો અભ્યાસ કરી રહ્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં સુહાના એ ધ ગ્રે પાર્ટઓફ બ્લુ નામ ની એક લઘુ ફિલ્મમાં અભિનય કર્યો હતો.

લઘુ ફિલ્મમાં સુહાના અને રોબીન ગોનેલા મુખ્ય ભૂમિકામાં છે અને તેનું નિર્દેશન થીયોડોર ગિમેનોએ કર્યું છે. જેને તેના પ્રશંસકોએ ઘણી જ પસંદ કરી. એક ચાહકે લખ્યું ‘તેની આંખોમાં જે અભિવ્યક્તિ અને માસુમિયત હતી, તેણે મારું દિલ જીતી લીધું. સુહાનાએ તેને અસાધારણ બનાવી દીધું છે. થીયોડોર ગિમોનો દ્વારા તે સારી રીતે નિર્દેશિત થયું છે. તે યુવા કોલેજ ગોઇંગ કપલની કહાની છે.’

View this post on Instagram

💜💜💜💜

A post shared by Suhana Khan (@suhanakhon2) on

એક બીજા ચાહકે કહ્યું. ‘હું સુહાનાની ફિલ્મો અને મનોરંજનની દુનિયાનું શાનદાર સ્વાગત કરું છું. ’ મને આશા છે કે તે દુર સુધી જશે અને તેના પિતા એસઆરકે ની જેમ શાનદાર કરિયર બનાવે તેવી શુભકામના.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment