હૃદય રોગની બીમારી દુર કરે છે સુરજમુખીના બીજ, ફાયદાઓ જાણી રહી જશો દંગ

મિત્રો આપણી આજુબાજુ એવી ઘણી ઔષધિ છે જેના સેવન માત્ર છે ઘણા રોગો માં છુટકારો મેળવી શકાઈ છે. આવીએ એક અનોખી વસ્તુ છે સુરજમુખીના બીજ, જેને ખાવાથી સ્વાસ્થ્યના ઘણા ફાયદા થઇ શકે છે. તેના બીજ માં ઘણા બધા વિટામીન ‘ઈ’ અને બીજા ખનીજ પદાર્થ હોય છે, જે માથાથી લઈને પગ સુધી ફાયદો પહોચાડે છે. આ દિવસોમાં લોકો પોતે જ સ્વસ્થ રહેવા માટે અળસી, કોળું, તલ અને સુરજમુખીના બીજ નું સેવન કરવા લાગી ગયા છે. આ બીજ ન માત્ર સ્વાદિષ્ટ હોય છે પણ તે ખાવાથી પોષણ પણ મળે છે અને તે પેટ પણ ભરે છે.

સુરજમુખીના બીજ આજકાલ દરેક કરીયાણાની દુકાને સરળતાથી મળી જાય છે. સુરજમુખીના બીજ ખાવાથી હાર્ટ એટેક નો ભય ઓછો થાય છે, કોલેસ્ટ્રોલ ઘટે છે, ત્વચામાં નિખાર આવે છે અને વાળનો ગ્રોથ બને છે. આવો જાણીએ સુરજમુખીના બીજ ખાવાથી ક્યા ફાયદા થાય છે.

કોલેસ્ટ્રોલ સ્તર

સુરજમુખીના બીજમાં વધારે પ્રમાણમાં ફાઇટોસ્ટોરોલસ હોય છે. જે શરીરમાં સારા કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારે છે. શરીરમાં જો કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રિત રહે તો હૃદય રોગની સંભાવના ઓછી થઇ જાય છે.

હાઇ બ્લડ પ્રેશર

સુરજમુખીના બીજ તમારા શરીરમાં એન્ટી ઓક્સીડેન્ટની ક્ષમતાને વધારે છે. તેમા વિટામીન ઇનું પ્રમાણ વધારે હોય છે. તે વિટામીન ઇ હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે વિટામીન સી અને સેલેનિયમની સાથે મળીને કામ કરે છે.

હૃદય રોગ

સુરજમુખીના બીજમાં બે પ્રકારના પોષક તત્વ વિટામીન ઇ અને ફોલેટ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 1/4 કપ સુરજમુખીના બીજમાં 60 ટકા વિટામીન ઇ હોય છે. વિટામીન ઇ સંતુલિત હોવાથી કાર્ડિયોવેસ્કુલર બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. ફોલેટ હૃદય રોહને જન્મથી લઇને વૃદ્ધાવસ્થા સુધી ઓછું કરવામાં મદદ કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment