ચારધામની યાત્રા કરતા પહેલા એકવાર અવશ્ય જોઈ લો IRCTCનું આ પેકેજ

આપણા હિંદુ ધર્મમાં ચારધામની યાત્રાનું એક અલગ જ મહત્વ છે. દરેકે તેના જીવનમાં એકવાર તો આ યાત્રા કરવી જ જોઈએ. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ ચારધામ મંદિરના કપાટ ખોલી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જો તમે પણ ચારધામ યાત્રા કરવા માંગો છો તો IRCTC તમારા માટે એક શાનદાર પેકેજ લાવ્યું છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રાને ચારધામની જાત્રા કહેવાય છે. તમને જણાવી દઈએ કે માત્ર 54 હજારમાં તમે ચારધામની યાત્રા કરી શકો છો એ પણ ફ્લાઈટમાં.

IRCTC ની વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ, આ ટૂરનું નામ ‘ચારધામ યાત્રા એક્સ મુંબઈ’ છે. આ ટૂર 12 રાત અને 13 દિવસની હશે. આ પેકેજમાં યાત્રીઓને ચારધામ- બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની જાત્રા બાય પ્લેન કરાવવામાં આવશે. આ ટૂરની શરૂઆત 16 મે 2020 અને 30 મે 2020ના રોજ મુંબઈથી થશે. અહીંથી યાત્રીઓ ચારધામની યાત્રા માટે હવાઈ સફર શરૂ કરશે.

આ પેકેજ અંતર્ગત મુસાફરોને યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથની સાથે હરિદ્ધાર અને ઋષિકેશની યાત્રા પણ કરાવવામાં આવશે. સાથે જ આ ટૂર પેકેજમાં મુસાફરોનું આવવા-જવાનું ભાડું, રોકાવવાની વ્યવસ્થા, ખાવાપીવાની સુવિધા, AC બસમાં સાઈટ સીઈંગની સુવિધા આપવામાં આવશે. મુસાફરોને ઈકોનોમી ક્લાસની ફ્લાઈટ ટિકિટ આપવામાં આવશે.

ટૂર પેકેજના ટેરિફની વાત કરીએ તો, સિંગલ વ્યક્તિએ મુસાફરી માટે 87,690 રૂપિયા ખર્ચ કરવા પડશે. ડબલ ઓક્યુપન્સી માટે પ્રતિ વ્યક્તિ 56,190 રૂપિયા અને ટ્રીપલ ઓક્યુપન્સીમાં પ્રતિ વ્યક્તિ 53,990 રૂપિયા ખર્ચવાના રહેશે. જો તમે 5-11 વર્ષના બાળકને પોતાની સાથે લઈ જવા માગતા હો તો તેના માટે અલગ પથારી લેશો તો 48,790 રૂપિયા ખર્ચ કરવો પડશે. જ્યારે 2-11 વર્ષના બાળક માટે અલગ બેડ નહીં લો તો 39,980 રૂપિયા આપવા પડશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment