આતંકીઓનો આતંકવાદ … 10 હજાર ફૂટ પર 5 કમાન્ડોની શહાદતની કહાની

કોરોના વાઈરસની લડાઈ વચ્ચે પણ પાકિસ્તાન તેની હરકતોથી બાજ ના આવ્યું. તેના આંતકીયોએ હિમવર્ષાનો ફાયદો ઉઠાવી ઘુસણખોરી ની કોશિશ કરી, જેને સેનાના વીર જવાનોએ મારી નાખ્યા. સ્પેશ્યલ ફોર્સ અને આતંકવાદીઓ વચ્ચેની આ લડાઇ બરફની વચ્ચે 10,000 ફૂટ પર કાશ્મીરના કેરન સેક્ટરમાં થઈ હતી, જેમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પરંતુ તેમાં ૫ જવાન પણ માર્યા ગયા. આ જવાન સર્જિકલ સ્ટ્રાઈકમાં સામેલ 4 પેરાશૂટ રેજિમેન્ટના હતા.

સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ દેવાવાળી ફોર્સનો હિસ્સો હતા

4 પેરાશૂટ રેજિમેન્ટના પાંચ સૈનિકોએ તમામ સશસ્ત્ર ઘુસણખોરોના કાવતરાને નાકામ બનાવ્યો. એની પહેલા તે કોઈ મોટું નુકસાન કરે એ પહેલા, શનિવારે એક એક નાનકડા સંઘર્ષમાં ભારતીય જવાનો એ બધા આંતકીયોને મારી નાખ્યા. આ પાંચ સૈનિકો ખાસ દળનો ભાગ હતા જેણે સરહદ પાર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

આ ઓપરેશનમાં પાકિસ્તાન તરફથી આવેલા પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે, પરંતુ તેમાં ભારતીય સૈનિકો પણ ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સૈન્ય હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ તેને બચાવી ના શકાયા. આ લડત એટલી નજીકથી થઈ હતી કે એક યુવાનનો મૃતદેહ આતંકવાદીનીબાજુમાંથી મળ્યો, જેને તેણે મારી નાખ્યો હતો. ઘાયલ જવાનોમાંથી બે ને હોસ્પિટલ પહુચાડ્યા પરંતુ તે બંને એ હોસ્પિટલમાં પહુચી જ દમ તોડી દીધો. ત્યાં જ ત્રણ ભારતીય જવાન યુદ્ધ સ્થળ પર જ શહીદ થઈ ગયા. આ રીતે પાંચ ભારતીય જવાન શહીદ થઈ ગયા.

બરફમાં ફસાઈ ગયા હતા આ ત્રણ જવાન

સુત્રો મુજબ સુબેદાર સંજીવ કુમારની આગેવાની હેઠળની ટુકડીએ આતંકવાદીઓના પગલાથી તેમને ઓળખી કાઢ્યા હતા. તે દરમ્યાન સ્કવોડની ત્રણ ટુકડીઓ બરફમાં ફસાઈ ગઈ હતી. સંયોગથી આતંકવાદીઓ પણ ત્યાં જ છુપાયા હતા. જો કે, ટુકડીના જવાનોએ પોતાનો જીવ ની બાજી લગાવી અને આતંકવાદીઓને ઝડપી લીધા હતા.


તેના ત્રણ સૈનિકોને ખૂબ નજીકની લડાઈમાં ફસાયેલા જોઈને, અન્ય બે સૈનિકો આતંકવાદીઓ સામે લડવા માટે તે સ્થળે કૂદી પડ્યા હતા. સૂત્રોએ ઇટીને જણાવ્યું હતું કે, ‘જ્યારે અન્ય સૈનિકોએ પોઝીશન લીધી , ત્યારે સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે ભાગ્યે જ થોડીક જગ્યા રહી હોઈ તો. પેરા જવાનો બરફમાં ડૂબી જવા છતાં જોરદાર લડત લડ્યા હતા. એક બીજા સોર્સે જણાવ્યું કે આ રીતની હેન્ડ ટુ હેન્ડ લડાઈ ખુબ જ ઓછી જોવા મળે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment