ગુજરાતની 17 વર્ષની છોકરીના વાળ છે દુનિયાના સૌથી લાંબા વાળ, ગિનીજ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ

ગુજરાતની 17 વર્ષની કિશોરી ના વાળ દુનિયામાં સૌથી લાંબા છે. તેને ગિનીજ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ કરવામાં આવ્યું છે. પાછળના વર્ષે 22 ડિસેમ્બરે નીલાંશી પટેલે સૌથી લાંબા વાળનો રેકોર્ડ તોડ્યો હતો. ત્યારે તેના વાળ ની લંબાઈ 190 સેન્ટીમીટર હતી. તેના પહેલા ૨૧ નવેમ્બર ૨૦૧૮ માં તેના વાળની લંબાઈ 170.5 સેન્ટીમીટર હતી, જે એક રેકોર્ડ હતો.

અરવલ્લી જીલ્લા ના મોડાસામાં રહેતી નીલાંશી પટેલને તેના લાંબા વાળના લીધે રીયલ લાઈફની રેમ્પુજેલ (જર્મન પરીકથા નો એક કિરદાર) કહેવામાં આવે છે. નીલાંશી જણાવે છે કે. તેના લાંબા વાળ વધવા અને સુંદર હોવા પાછળ નો રાજ તેની માતા પાસે છે. તે ઘરનું બનેલું તેલ જ માથામાં લગાવે છે. તે તેલને તેની માતા અમુક વિશેશ તત્વો મેળવીને બનાવે છે.

હું મારા વાળને કાપવા નથી માંગતી –

નીલાંશી નું કહેવું છે કે જયારે તે ૬ વર્ષની હતી ત્યારે તેના ખરાબ વાળ હોવાને લીધે તેને કપાવી નાખ્યા હતા, પરંતુ ત્યારબાદ તેની સાર-સંભાળ કરવાની શરૂવાત કરી. ત્યારબાદ તે ગમે ત્યાં જાય છે તો લોકો તેના વાળ ની લંબાઈ જોઈ તેની સાથે સેલ્ફી લેવા આવે છે. તેનાથી તેને લાગે છે કે તે એક સેલિબ્રિટી છે.

આગળ જણાવતા તે કહે છે કે, ‘મને મારા વાળ ખુબ જ ગમે છે.’ હવે હું તેને ક્યારેય પણ કાપવા નથી માંગતી. મારી માતાનું સપનું હતું કે મારા વાળને લીધે મારું નામ ગિનીજ બુક માં દર્જ થાય, જે બે વખત પૂરું થયું છે. કરિયર વિશે આગળ જણાવતા નીલાંશી કહે છે કે, તે 12 માં ધોરણમાં અભ્યાસ કરે છે અને સોફ્ટવેર એન્જીનીયર બનવા માંગે છે. હાલ તેની જેઈઈ ની તૈયારી કરી રહી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment