મોટામાં મોટી બીમારીથી મળી શકે છે છુટકારો, ફક્ત કરો આટલું

આધુનિક વિજ્ઞાન ગમેતેટલું આગળ વધે, ગમેતેટલી નવી શોધખોળો થાય, પરંતુ માનવ શરીર જેટલી કોમ્પલેક્સ રચના કદાચ વિશ્વમાં અન્ય કોઈ નહીં હોય. શરીરને જીવંત રાખવા અને તમામ કાર્યો માટે જરૂરી ઊર્જા પૂરી પાડવા શરીરના કેટલાય અવયવો દિવસ-રાત એક્ટિવ રહે છે. આપણા શરીરમાં ઘણા અંગો રહેલા હોય છે. જેની રચના ખુબ જ જટિલ રીતે કરવામાં આવી છે. આ રચનાતંત્ર ને સમજવામાં સારામાં સારા વૈજ્ઞાનિકો પણ પાછળ રહી જાય છે. એના માટે એક પ્રાચિન મુદ્રામયી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે.

સંપૂર્ણ બ્રહ્માંડમાં સૌથી જટિલ રચના જો કોઈ હોય તો માનવીનું મગજ છે. મગજ આપણા શરીરના દરેક કાર્યોનું સંચાલન કરે છે.  આપણા શરીરમાંનું મગજ એક એવુ અંગ છે કે જેમા અસંખ્ય શક્તિઓ રહેલી હોય છે. પરંતુ, જો આ શક્તિ ને આપણે નિયંત્રિત કરતા શીખી જઈએ તો આપણે કોઈપણ લક્ષ્ય સુધી પહોચી શકીએ છીએ. આપણે નૃત્ય કરતા સમયે આપણા શરીરના અંગોનુ ઉપયોગ કરીને અનેકવિધ મુદ્રાઓ કરતા હોઈએ છીએ. આ મુદ્રાઓનો સીધો પ્રભાવ આપણા શરીરની નસો અને નાડીઓ પર પડે છે. જેના કારણે આપણું શરીર સ્વસ્થ રહે છે.

લગભગ ઘણા લોકો જાણતા જ હશે બધી મુદ્રાઓ વિશે. આ મુદ્રાઓમા હસ્તમુદ્રા એ એક એવી મુદ્રા છે કે જેની સીધી અસર આપણા શરીરના સ્વાસ્થ્ય પર થાય છે. આ હસ્તમુદ્રાઓ કરતી વખતે વજ્રાસન , પદ્માસન તથા સુખાસનની સ્થિતિમાં બેસવુ જોઈએ. આ મુદ્રાઓ નિયમિત ૩૦-૪૫ મિનિટ ના સમય સુધી કરવી જોઈએ. આખા દિવસમાં 2-૩ વાર પણ આ મુદ્રાઓ કરી શકાય છે. ઘણી મુદ્રાઓ છે પરતું આજે અમે તમને તેમાની મુખ્ય મુદ્રાઓ વિશે જણાવીશું…

અપાન વાયુ

જે લોકો હ્રદયરોગને લગતા રોગો તથા પેટના રોગોથી પીડાતા હોય તેમના માટે આ મુદ્રા નિયમિત કરવાથી ખુબ જ ફાયદાકારક નીવડે છે. અપાન વાયુ મુદ્રામા હાથની પહેલી આંગળીને અંગૂઠાના શરૂઆતના ભાગ સાથે જોડવા, ત્યારબાદ મધ્યા આંગળી અને ત્રીજી નંબરની આંગળી ને અંગૂઠાના આગળના ભાગ પર લઇ જવી.

અપાન મુદ્રા

આ મુદ્રામા મધુ આંગળી અને ત્રીજી આંગળીને અંગૂઠા સાથે અડાડી રાખવામા આવે છે. જેથી શરીરમા રહેલા ઝેરી તત્વો દૂર થાય છે અને કબજીયાત, બવાસીર, ડાયાબિટીસ, મળત્યાગ તથા પેટ અને દાંતને લગતા રોગોમા લાભદાયી રહે છે તથા ચરબીમા પણ ઘટાડો થાય છે.

વાયુ મુદ્રા

આ મુદ્રામા પ્રથમ આંગળીને અંગૂઠાના મૂળ સુધી પહોચાડી અંગૂઠા પર થોડુ દબાણ આપો અને બાકીની આંગળીઓ સીધી રાખો. આ મુદ્રા નિયમીત કરવા થી લકવા, સાઈટીકા, ગઠિયા, સંધિવા, ઘૂંટણનો દર્દ, ગળાનો દુઃખાવો, કમરદર્દ વગેરે જેવા રોગોમાથી મુક્તિ મળી શકે.

જ્ઞાન મુદ્રા

આ મુદ્રામા અંગૂઠો અને પ્રથમ આંગળીનુ ટેરવુ બંને એકીસાથે રાખીને બાકીની ત્રણ આંગળીઓ સીધી રાખવી. આ મુદ્રા નિયમીત કરવાથી તમારી યાદશક્તિ અને જ્ઞાનને સંગ્રહ કરી રાખવાની શક્તિમાં વધારો થાય છે. મગજના સ્નાયુઓ પણ મજબુત બને છે અને અનિંદ્રાની સમસ્યામાથી મુક્તિ મળે છે.

પૃથ્વિ મુદ્રા

આ મુદ્રા શરીરનુ તેજ વધારવા માટે મદદરૂપ થાય છે. આ ઉપરાંત શરીર ખુબ જ સ્ફુર્તિમય રહે છે અને શરીરની વધારાની ચરબીને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. આ મુદ્રામા ત્રીજા નંબરની આંગળીને અંગૂઠા સાથે જોડીને કરવામા આવે છે. જેનાથી શરીરની પાચનશક્તિ મજબૂત બને છે અને સ્વાસ્થ્ય તંદુરસ્ત બની નીરોગી રહે છે.

સૂર્ય મુદ્રા

આ મુદ્રા એકદમ પાતળા લોકો માટે જ છે. આ મુદ્રામા ત્રીજી આંગળીને વાળીને અંગૂઠાના મૂળ સુધી જોઈન્ટ કરવી અને અંગૂઠાને દબાણ આપવું. આ મુદ્રા દ્વારા શરીરનુ વજન નિયંત્રણમા રહે છે તથા આ મુદ્રાથી ડાયાબીટીસ તથા હ્રદયના રોગનો ભય રહેતો નથી.

હ્રદયરોગ મુદ્રા

હ્રદયરોગ મુદ્રા સીડી ચડવના ૫-૧૦ મિનિટ પૂર્વે કરવી અને પછી સીડીઓ ચડવી. જેથી રક્તપરિભ્રમણમા લાભ મળે છે તથા હ્રદયના હુમલામા આ મુદ્રા અને જ્ઞાન મુદ્રાનુ સંયોજન કરી અપનાવવા મા આવે તો ઘણી રાહત મળે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment