હૈદરાબાદના આ નાનકડા સિપાહીનું બહાદુરી ભર્યું કાર્ય, ૪ વર્ષના આ છોકરાએ આપ્યો મોદીજી ને સહકાર

સમગ્ર દુનિયામાં કોરોનાના કેર યથાવત છે અને વિશ્વભરમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસની સંખ્યા 15 લાખને પાર થઈ છે. લોકો કોરોનાથી બચવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. કોરોનાથી લોકો ત્રાસી ગયા છે, એવામાં સતત કોરોના વાયરસથી દર્દીઓની સંખ્યા વધી રહી છે. રોજ રોજ મૃત્યુના નવા સમાચાર સાંભળવા મળે જ છે. આ દરમિયાન હૈદરાબાદમાં એક દિલચસ્પ ઘટના જોવા મળી છે. અહીં એક ચાર વર્ષના બાળકે કોરોના સામેની લડાઇમાં પોતાનું યોગદાન આપ્યું છે. આ બાળકને ખરેખર સલામી આપવી પડે, તેમણે ખરેખર ખુબ જ પ્રેરણાત્મક કામ કર્યું છે. આવો જાણીએ તેની આ જબરદસ્ત કહાની વિશે …

મુખ્યમંત્રીને મળવા ઇચ્છતું હતું બાળક

ઉલ્લેખનિય છે કે, આ દિલ ખુશ કરી દે તેવી ઘટના હૈદરાબાદના વિજયવાડામાં મંગળવારે જોવા મળી. એક ચાર વર્ષના બાળક હેમંતે 971 રૂપિયા કોરોના સામેની લડાઇ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવી દીધા. ઉલ્લેખનિય છે કે, આ બાળકને તેનાં માતા-પિતા તાડેપલ્લીમાં વાઈએસઆર પાર્ટીની ઓફિસે લાવ્યા હતા. ત્યાં તેમણે રાજ્યના જનસંપર્ક મંત્રી પેરની વેંકટરામૈયાને દાનની આ રકમ આપી. આ બાળક મંત્રીને વારંવાર એમજ કહી રહ્યું હતું કે, મારે મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીને મળવું છે.

સાઇકલ માટે ભેગા કરેલા પૈસા આપ્યા દાનમાં

બાળકનાં માતા-પિતાએ જણાવ્યું કે, હેમંતે આ પૈસા પોતાના માટે સાઇકલ લાવવા માટે ભેગા કર્યા હતા. અમારા પરિવારના લોકો અને સંબંધીઓ જ્યારે તેને ચોકલેટ લેવા પૈસા આપતા ત્યારે તે તેને તેના ગલ્લામાં મૂકી દેતો હતો.

પીએમની વાત સાંભળી આગળ આવ્યું બાળક

ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલાં પીએમ મોદીએ દેશના લોકોને વિનંતિ કરી હતી કે, કોરોના સામેની લડાઇમાં મદદ કરો. ત્યારબાદ બધાં પોતપોતાની શક્તિ મુજબ મદદ કરી રહ્યા છે. હવે આ ઝુંબેશમાં નાનાં-નાનાં બાળકો પણ આગળ આવ્યાં છે. બાળકો તેમના ગલ્લા તોડીને ગરીબોના ભોજન માટે અને કોરોના સામેની લડાઇ લડવા માટે દાન કરી રહ્યા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment