શું તમારા હાથની રેખામાં પણ બને છે વિવિધ ચિહ્નો, જાણો તેની પાછળના રહસ્યો

દરેક વ્યક્તિની હાથની રેખા તેના ભવિષ્ય સાથે જોડાયેલ હોય છે. આપણે બધા જાણીએ છીએ કે દરેક વ્યક્તિના હાથની રેખાઓ અલગ અલગ હોય છે. આ રેખાઓ માં ભાગ્ય રેખા, જીવન રેખા, પ્રેમ રેખા, રડાય રેખા, મસ્તિષ્ક રેખા, વગેરે રેખાઓ મુખ્ય હોય છે.આજે અમે જણાવીશું એવી રેખાઓ વિશે જે દરેક લોકોની હથેળી માં નથી હોતી. આ રેખાઓ માત્ર એ વ્યક્તિની હથેળીમાં જ હોય છે જેઓ પોતાની લવ લાઈફ માટે સંવેદનશીલ અને અસુરક્ષિત હોય છે તેમજ જે લોકોને ધનની પ્રાપ્તિ થવાની છે.

હાથની રેખાઓમાં “M” નું નિશાન :

મોટાભાગના લોકોના હાથમાં m નું નિશાન હોય છે આવા લોકો બીજાની તુલનામાં ખુબજ જીદ્દી પ્રકારના હોય છે. તેઓ માત્ર પોતાનું જ સાંભળે છે અને પોતાના જ બનાવેલા નિયમો અનુસાર ચાલે છે. આ લોકો ખુબજ બહાદુર હોય છે. અને દરેક સમસ્યાનું સમાધાન શોધી લે છે. તેઓ ખુબજ રોમેન્ટિક હોય છે. તેઓ પોતાની મહેનત થી ધન પ્રાપ્ત કરે છે અને એક દિવસ જરૂર પોતાની મંજિલ સુધી પહોચી જાય છે.

હથેળીમાં “X” રેખા હોવી :

એવા ઘણા લોકો હોય છે જેના હાથની રેખા ઉપર પસાર થતી હોય છે અને x જેવું નિશાન બને છે. જો તમારા ઘરમાં પણ કોઈ ના હાથમાં આવું નિશાન બનતું હોય તો સમજી લેવું કે એ વ્યક્તિ ખુબજ નસીબદાર છે. આવા વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી નથી રહેતી. આવી રેખાઓ વાળા લોકો ખુબજ શાંત હોય છે.

હથેળીમાં શની પર્વત બનતો હોય :

ઘણા લોકોની હથેળી માં શની પર્વત બનતો હોય છે એટલે કે વચ્ચેની આંગળીઓ ની પાસે બે અથવા બે થી વધારે રેખાઓ હોય છે આવા વ્યક્તિઓ મેં ધન અને સુખ બંનેની પ્રાપ્તિ થાય છે તેઓ ખુબજ દયાળુ હોય છે. અને તેમણે દાન અને પુણ્ય માં વધારે વિશ્વાસ હોય છે તેઓ દરેક લોકોની ઈજ્જત કરે છે.

હાથની હથેળીમાં ત્રિકોણ બનતું હોય :

જે વ્યક્તિઓના હથેળી માં જીવન રેખા સરખી હોય અને મસ્તિષ્ક રેખા બે ભાગમાં વહેચાયેલી હોય, એવા લોકોની હથેળીમાં ત્રિકોણ નું નિશાન બને છે. જે લોકોના હાથમાં આવું ત્રિકોણ નું નિશાન બનતું હોય તેઓ પોતાના જીવનમાં ખુબજ ધન કમાય છે. આવા લોકો આત્મવિશ્વાસથી ભરપુર હોય છે. અને સમય સમય પર તેમણે ધનની પ્રાપ્તિ થાય છે. તેઓ પોતાના પરિવાર અને સાથીઓ ને ખુબજ પ્રેમ કરતા હોય છે. અને તેમની ખુબજ કાળજી રાખે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment