દુનિયાનો સૌથી ખતરનાક ઝેરીલો છોડ, માત્ર સ્પર્શ કરવાથી થાય છે આવું

ઉનાળો આવતા જ ઘરની અંદર ગરમી ખુબ જ હેરાન કરે છે. આપણે કેટલા પણ કુલર પંખા લગાવી લઈએ તો પણ ગરમી જતી નથી. ઘર પણ ઘણું તપી જાય છે. એવામાં ઘરને ઠંડુ રાખવું ખુબ જ જરૂરી છે. એવામાં ઘરને ઠંડુ રાખવા માટે છોડ થી વધુ સારો કોઈ જ ઉપાય નથી. મનુષ્યને વૃક્ષો અને છોડના પાંદડામાંથી કાગળ, ફર્નિચર જેવી અનેક વસ્તુઓ ઉપરાંત ખુબ જ જરૂરી એવો પ્રાણવાયુ ઓક્સિજન પણ મળી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમા એવા અનેક વૃક્ષો અને છોડ છે કે જે મનુષ્ય જાતી માટે જોખમી સાબિત થઈ શકે છે. આ વિશ્વમા અનેક છોડ એવા પણ છે કે જે મનુષ્યને મોત પણ આપી શકે છે.

મિત્રો, લંડનમા એક એવો જ એક છોડ મળી આવ્યો છે. જે સામાન્ય બોલચાલની ભાષામા ‘હોગવીઝ’ અથવા ‘કિલર ટ્રી’ ના નામથી ઓળખાય છે. તેનુ વૈજ્ઞાનિક નામ ‘હેરર્કિલમ મેન્ટાગેજિઅનમ’  છે. આ છોડ લંડનમા લંન્કાશાયર નદીના કિનારે જોવા મળે છે.

આ વિશ્વના સૌથી ખતરનાક છોડની લંબાઈ ૧૪ ફુટ સુધી ની હોય છે. જો કોઈ વ્યક્તિ આ છોડને માત્ર સ્પર્શ કરે છે, તો પણ તેના હાથ પર ફોલ્લાઓ પડી જાય છે અને મૃત્યુ થવાની શક્યતાઓ પણ રહે છે. વૈજ્ઞાનિકો એવુ માને છે કે તેને સ્પર્શ કર્યા બાદ ૪૮ કલાકની અંદર આ છોડ તેની ખતરનાક અસરો બતાવવાનુ શરૂ કરે છે. આ છોડ દેખાવમા જેટલો જ આકર્ષક છે એટલો જ તે ખતરનાક પણ છે.

આ છોડ ઝેરી હોવાનુ કારણ તેની અંદર મળી આવતી ‘સેન્સિંગઆઈજિંગ ફ્યુરાનોકૌમરીન’ નામનુ ઝેરીલુ રસાયણ છે. જેના કારણે આ છોડને તે ખુબ જ ખતરનાક બનાવે છે. આ છોડ આજુબાજુના વાતાવરણમા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને સંતુલિત કરવામા ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment