ચરણામૃત પાછળનું રહસ્ય, જાણો કેટલી દિવ્ય શક્તિઓ મળીને બને છે

મંદિરમાં કે પછી ઘર પર જ્યારે પણ કોઈ પૂજન થાય છે. તો ચરણામૃત કે પંચામૃત આપવામાં આવે છે. પણ આપણામાંથી એવા ઘણા લોકો આની મહિમા અને તેને બનવાની પ્રક્રિયાને નથી જાણતા હોય. ચરણામૃતનો અર્થ છે ઈશ્વરના ચરણોનુ અમૃત અને પંચામૃતનો મતલબ પાંચ પવિત્ર વસ્તુઓથી બનેલ. બંનેને પીવાથી વ્યક્તિની અંદર જ્યા એકબાજુ સકારાત્મક ભાવોની ઉત્પત્તિ થાય છે તો બીજી બાજુ આરોગ્ય સાથે જોડાયેલ મામલો પણ છે. કોઈ પણ પવિત્ર તીર્થ સ્થાન હોય કે મંદિર, પૂજા દર્શન કર્યા પછી હંમેશા પુજારી આપણને ભગવાનનું ચરણામૃત આપતા હોય છે. આપણે ક્યારેય એ જાણવાની કોશિશ નહિ કરી હોય કે આ પવિત્ર ચરણામૃતનું મહત્વ શું છે? અને તેને પીવાથી આપણને શું ફાયદો થાય છે? આવો જાણીએ તેના મહત્વ વિશે ..

શાસ્ત્રોમાં જણાવેલ છે કે-

अकालमृत्युहरणं सर्वव्याधिविनाशनम्।विष्णो: पादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते ।।
અર્થાત: ભગવાન વિષ્ણુના ચરણનું અમૃત રૂપી જળ સમસ્ત પાપ-વ્યાધિઓનું શમન કરનાર છે તેમજ ઔષધી સમાન છે.

ઇશ્વરના ચરણોનું અમૃત:-

પૌરાણિક માન્યતાઓ મુજબ જે વ્યક્તિ ઈશ્વરના ચરણોનું અમૃત પાન કરે છે તેમનો પુનઃ જન્મ નથી થતો. જળ ત્યાં સુધી ફક્ત જળ જ રહે છે જ્યાં સુધી તે ભગવાનના ચરણ સ્પર્શ ના કરે. ભગવાનના ચરણ નો સ્પર્શ મળતાજ તે જળ અમૃતના સ્વરૂપમાં ચરણામૃત બની જાય છે.

ચરણામૃતની કથા:-

જયારે ભગવાનનો વામન અવતાર થયો હતો અને તે રાજા બલીની યજ્ઞ શાળામાં દાન લેવા માટે ગયેલા, ત્યારે તેમણે ત્રણ જ પગલામાં ત્રણે લોક માપી લીધા હતા. તેમણે એક પગ માં ધરતી માપી લીધી હતી અને બીજા પગમાં આખું આકાશ માપી લીધું હતું. જયારે બ્રહ્મલોક માપવા પગ ઉપર ગયો ત્યારે બ્રહ્માજીએ પોતાના કમંડળ માંથી પાણી નાખી ભગવાનના પગ ધોયા અને પાછું એ ચરણામૃત પોતાના કમંડળમાં ભરી લીધું. અને એજ ચરણામૃત ગંગા બની ગઈ, જે આજે પણ આખી દુનિયાના પાપ ધોવે છે. જયારે આપને બાંકે બીહારીજીની આરતી ગાઈએ છીએ ત્યારે બોલીયેજ છીએ- ચરણો માંથી નીકળી ગંગા પ્યારી જેણે આખી દુનિયા તારી.

ચરણામૃતનું ધાર્મિક મહત્વ:

સનાતન પરંપરામાં તેને ખુબજ પવિત્ર માનવામાં આવે છે તેમજ મસ્તક પર લગાવ્યા પછી જ તેનું સેવન કરવામાં આવે છે. ચરણામૃતનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે. કહેવાય છે ભગવાન શ્રી રામના ચરણ ધોઈને તેને ચરણામૃતના સ્વરૂપમાં સ્વીકારીને તેના પૂર્વજોને પણ તારી દીધા હતા.

સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલ છે ચરણામૃત:

ચરણામૃતનું મહત્વ ફક્ત ધર્મીક જ નહિ ચિકિત્સકીય પણ છે, ચરણામૃતનું પાણી હંમેશા તાંબાના વાસણમાં જ રાખવામાં આવે છે. આયુર્વેદ મુજબ તાંબાના વાસણમાં ઘણા બધા રોગો દુર કરવાની શક્તિ રહેલી છે અને તે તેમાં રહેલા પાણી માં આવી જાય છે અને તે પાનની નું સેવન કરવાથી શરીરમાં રોગો સામે ટકી રહેવાની ક્ષમતા વધે છે. તેમજ ચરણામૃતમાં તુલસીના પાન નાખવાની પરંપરા છે તેનાથી આ જળની રોગ નાશક ક્ષમતા ખુબજ વધી જાય છે. એવું કહેવામાં આવે છે કે જમણા હાથમાં તુલસી ચરણામૃત લેવાથી દરેક શુભ કાર્યોનું ઝડપથી પરિણામ મળે છે, તેથી ચરણામૃત હંમેશા જમણા હાથમાં લેવું જોઈએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment