હવામાન વિભાગે કરી આગાહી, હવે તૈયાર રહેજો કાળઝાળ ગરમી સહન કરવા

હોળીની ઉજવણી સાથે જ ઉનાળાનું આગમન પણ થઈ ગયું છે. હજુ તો માર્ચ બેસ્યો છે ત્યાં ગરમીએ તેની અસર બતાવી દીધી છે. ઉનાળો આવતા જ દરેક લોકો ત્રાહિમામ પોકારી જાય છે. આજે અમે તમને જણાવીશું કે હવામાન વિભાગે કરેલી આગાહીમાં તેને શું કહ્યું છે. આવો જાણીએ..

જેમ કે આપણે દરેક જાણીએ છીએ કે રાજ્યમાં શિયાળો ધીમે ધીમે વિદાય લઇ રહ્યો છે ત્યારે બીજી તરફ ઉનાળો દસ્તક દઇ રહ્યો છે. ચાલુ વર્ષે ઉનાળો વધુ ગરમ રહેશે એવા અનુમાન લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું છે. તેથી એવા સંકેત મળી રહ્યા છે કે આવનાર દિવસોમાં લોકોએ કાળઝાળ ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.

માહિતી મુજબ ભારતીય હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કરતા જણાવ્યું કે ચાલુ વર્ષે ઉનાળો વધુ ગરમ રહેશે. ઉનાળાની ઋતુમાં હિટવેવની ફિકવન્સીમાં પણ વધારો થશે. તેથી ઉનાળામાં ગરમ રહેતા રાજ્યો વધુ ગરમ રહેશે એવી સંભાવના છે. ઉનાળાની ઋતુમાં ગરમીનો પારો વધુ ઊંચો ચડી શકે છે. ભારતીય મોસમ વિભાગે ગુજરાતમાં ઉનાળાનું તાપમાન સામાન્ય કરતા અડધોથી એક ડિગ્રી ઉંચું નોંધાશે એવા અનુમાન જાહેર કર્યા છે.

ફેબ્રુઆરી મહિનાના અંત બાદ માર્ચ મહિનાથી ઉનાળાની શરૂઆત થાય છે. તેથી કાળઝાળ ગરમીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લોકો સહિત પ્રાણીઓ પણ ગરમીથી બચવા ઠંડક હાંસલ કરવાના ઉપાયો ગોતે છે. ત્યારે હવે ઋતુની શરૂઆત પહેલા જ હવામાન વિભાગે પૂર્વાનુમાનથી સંકેત આપ્યા છે કે આ વર્ષે પણ લોકોને આકરો તાપ દઝાડી શકે છે. તેથી તે માટે પહેલાથી જ તૈયારીઓ કરી રાખવી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment