મંગળનું રાશિ પરિવર્તન – 44 દિવસ સુધી બધી રાશિના લોકો માટે રહેશે મંગળકારી

2020 ની શરૂવાત માં મંગળનું પહેલું રાશી પરિવર્તન થવા જઈ રહ્યું છે. કાલે મંગળ ગુરૂની રાશિ ધનમાં પ્રવેશ કરશે. જ્યાં ગુરૂ, મંગળ અને કેતુ આ ત્રણ ગ્રહોનો સંયોગ રચાશે. આવનારા બે મહિના ખુબ જ ભારે જવાના છે. દેશમાં કેટલીક અપ્રિય ઘટનાઓ થવાની આશંકા છે. મંગળના આ રાશિ પરિવર્તનની તમામ 12 રાશિઓ પર કેવી અસર થશે આવો જાણીએ.

મેષ રાશિ

મંગળ એ મેષ રાશિનો સ્વામી છે અને આ ગોચરનું મિશ્ર પરિણામ જોવા મળશે. એટલેકે તમે જેટલો પ્રયાસ કરશો તેટલો જ લાભ પ્રાપ્ત થશે. કોઈ યાત્રા પર જવાના યોગ સર્જાશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે આ રાશિ પરિવર્તન ખરચાઓ વધારશે. આવક કરતા જાવક વધશે. વાદ-વિવાદથી દુર જ રહેજો. તબિયત કથળશે. અચાનક ધનલાભના યોગ સર્જાશે.

મિથુન રાશિ

મંગળનું ધન રાશિમામ ગોચર મિથુન રાશિ માટે ખુબજ લાભદાયક રહેશે. આવકમાં વૃદ્ધિ થશે. વેપાર ધંધામાં પ્રગતિ થાય. દામ્પત્ય જીવનમાં થોડી તકરાર સર્જાશે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો દેવુ ચુકવી શકશે. કાર્યક્ષેત્રમાં સન્માન પ્રાપ્ત થાય. ધાર્મિક કાર્યમાં રસ વધશે.

સિંહ રાશિ

આ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય. સંતાનને લઈને કેટલીક સમસ્યાઓ સતાવશે. વાણીમાં મધુરતા જાળવી રાખવી. અટકેલા કામ પુરા થશે. ફસાયેલા નાણાં મળશે.

કન્યા રાશિ

મંગળનું ગોચર કન્યા રાશિ માટે પરિવારમાં તાલમેલનું કામ કરશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સંબંધો સુધરશે. વેપાર ક્ષેત્રે પ્રગતિ કરી શકશો.

તુલા રાશિ

આ રાશિના લોકોને માન-સન્માનમાં વૃદ્ધિ મળશે. વિરોધીઓ થોડી તકલીફ આપી શકે છે. યાત્રાના યોગ રચાશે. આવકમાં વૃદ્ધિ થશે.

વૃશ્ચિક રાશિ

મંગળના ગોચરની વાણી પર અસર થશે. આર્થિક વૃદ્ધિ થશે. પ્રેમમાં ઉતાર ચડાવ આવશે. તબિયતનું ધ્યાન રાખવું.

ધન રાશિ

મંગળનું ધન રાશિમાં ગોચર આત્મવિશ્વાસમાં વૃદ્ધિ લાવશે. પ્રોપર્ટી ક્ષેત્રે કામ કરી શકશો. કલેશથી દૂર જ રહેજો.

મકર રાશિ

આવકમાં વધારો થશે. પરિવારના લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. વિદેશ જવાની તક મળશે. માતૃ પક્ષથી વિશેષ ધનલાભ થશે.

કુંભ રાશિ

જીવનમાં ઉન્નતિના અસરલ પ્રાપ્ત થશે. વિરોધીઓ પરાસ્ત થશે. ધન પ્રાપ્તિના મામલે લાભ થશે. ભાઈ બહેન વચ્ચે સ્નેહ વધશે.

મીન રાશિ

મંગળનું આ ગોચર મીન રાશિને બીમારીઓથી મુક્તિ અપાવશે. જે પણ કાર્ય હાથમાં લો તેમાં સફળતા પ્રાપ્ત થશે. આ ગોચર તમારા માટે ખુબજ લાભદાયક રહેશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment