
દિલ્લી સરકાર ની રીપોર્ટ પછી ગૃહ મંત્રાલયે નિર્ભયાના દોષીઓ ની દયા યાચિકા ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ની પાસે મોકલ્યું છે. હવે જો રાષ્ટ્રપતિ કોવિંદ દયા યાચિકા ને નકારે છે તો દોષીઓ ને સજા આપવામાં આવશે. આ બધાની વચ્ચે બિહાર ની બક્સર સેન્ટ્રલ જેલ માં ચારેય આરોપીઓ ને ફાંસી આપવા માટે રસ્સી બનાવવા નું કામ જોર શોર થી ચાલી રહ્યું છે.

જો કે આખા દેશમાં ફાંસી આપવા માટે રસ્સી ની આપૂર્તિ બક્સર જેલ થી જ કરવામાં આવે છે. ફાંસી ની રસ્સી જેને મનીલા રોપ પણ કહેવામાં આવે છે, બક્સર જેલ ને એને બનાવવા માટે મહારથ પ્રાપ્ત થયું છે અને અણી પર એક વાર ફરીથી મનીલા રોપ બનાવવા માટે નો ઓર્ડર આવ્યો છે.

૧૦ રસ્સી બનાવવા નો ઓર્ડર –
બક્સર જેલ અધિકારીનું કહેવું છે કે સમય પર રસ્સી તૈયાર થઇ જાય, એના માટે તે પહેલા થી આ પર કામ શરુ કરી દે છે. અત્યારે તો ૧૦ રસ્સી બનાવવા નો ઓર્ડર સમય પર પૂરો કરવા માટે બક્સર જેલ પ્રશાસન તત્પરતા થી લાગેલા છે. એક રસ્સી બનાવવા માટે ઓછા માં ઓછા બે દિવસ નો સમય લાગે છે.

બક્સર ના કેદી રસ્સી બનાવવા માં એક્સપર્ટ –
દેશ માં જેટલા લોકો ને પણ ફાંસી આપવામાં આવે છે, તે બધા ને બક્સર જેલ ની રસ્સી થી જ આપવામાં આવે છે, કારણકે અહી ના અમુક કેદી આ રસ્સી ને બનાવવા માં એક્સપર્ટ છે.

અફજલ ગુરુ ની ફાંસીની રસ્સી અહી જ બની હતી
સંસદ પર હુમલો કરનાર આરોપી અફજલ ગુરુ ને બક્સર માં બનેલી રસ્સી થી જ ફાંસી આપવામાં આવી હતી. અફજલ માટે રસ્સી બનાવવા વાળા અમુક કૈદી આજે પણ બક્સર જેલ માં છે. અફજલ ને ૮ ફેબ્રુઆરી ૨૦૧૩ ના રોજ ફાંસી ની સજા આપવામાં આવી હતી. જયારે રસ્સી ની કિંમત લગભગ ૧૭૨૫ રૂપિયા પ્રતિ રસ્સી હતી.
ફાંસી ની રસ્સી માં ૭૨ સો નટ ની હોય છે એક ગાંઠ
ફાંસી આપવાની રસ્સી ની લંબાઈ, જેને ફાંસી ની સજા થવાની હોય એની લંબાઈ થી ૧૬ ગણી વધારે હોય છે. એમાં ૭૨ સો નટ ની એક ગાંઠ બનાવવામાં આવે છે, ૫૬ ફૂટ ની રસ્સી બનાવવામાં આવે છે. એમાં આપણા જ દેશ ના કપાસ નો ઉપયોગ કરવામાં આવે છે. પહેલા કપાસ મનીલા થી મંગાવવામાં આવતું હતું, એટલા માટે એને મનીલા રસ્સી કહેવામાં આવતી હતી.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team