નોર્મલ ડીલીવરીની સંભાવના વધારવામાં મદદ કરશે આ 5 વસ્તુ

ગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાની પહેલી ચિંતા એ હોય છે કે તેમનું બાળક સ્વસ્થ છે કે નહિ. તેની ડીલીવરી નોર્મલ થશે કે નહિ. આવી ઘણી એવી વાતો ગર્ભવતી માં ના મગજમાં ચાલતી રહે છે. લગભગ દરેક મહિલાઓ ઈચ્છે છે કે તેની ડીલીવરી નોર્મલ થાય પણ ઘણી વખત પરિસ્થિતિઓ એવી થઇ જાય છે કે નોર્મલ ડીલીવરી ને બદલે ઓપરેશન કરાવવું પડે છે. સંશોધન મુજબ, વિશ્વભરની લગભગ 85 ટકા સગર્ભા સ્ત્રીઓ કુદરતી ડિલિવરી દ્વારા એટલે કે કોઈ દવાઓ વિના બાળકને જન્મ આપી શકે છે. માત્ર 15 ટકા ગર્ભવતી સ્ત્રીઓને સી-સેક્શન ડિલિવરીની જરૂર હોય છે. આવો જાણીએ એ કઈ ૫ વસ્તુ છે જે નોર્મલ ડીલીવરી ની સંભાવના વધારવામાં મદદ કરશે.

​સામાન્ય ડિલિવરીની સંભાવના વધારવા માટેની ટીપ્સ –

તણાવથી દૂર રહો  

નોર્મલ પ્રસૂતિની ઇચ્છા ધરાવતી સગર્ભા સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન તમામ પ્રકારના તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. આ માટે, તેઓ ઈચ્છે તો ધ્યાન કરી શકે છે, સંગીત સાંભળી શકે છે, કિતાબો વાંચી શકે છે અથવા તો યોગ કરી શકે છે.

​ ધ્યાન રહે, નકારાત્મક બાબતોનો વિચાર ન કરો  

ગર્ભાવસ્થા દરમિયાન નકારાત્મક બાબતોથી શક્ય તેટલું દૂર રહો. ડિલિવરીને લગતી નકારાત્મક વાતો અને કિસ્સાઓ પર ધ્યાન નાં આપવું, યાદ રાખો દરેક મહિલાનો અલગ જ અનુભવ હોઈ છે. એટલા માટે બીજાના ખરાબ અનુભવ ના કારણે તમારા અંદર ડર પેદા ના કરવો. 

યોગ્ય ડોક્ટરને પસંદ કરો

દુખની વાત છે પરંતુ એ સત્ય છે કે આજકાલ, ઘણા ડોકટરો તેમના ફાયદા માટે  જરૂરિયાત વિના સી-સેક્શન એટલે કે સિઝેરિયન ડિલિવરીની ભલામણ કરે છે. આવી સ્થિતિમાં, સગર્ભા સ્ત્રીને ડિલિવરી માટે ડોક્ટર ની પસંદગી વિચાર પૂર્વક  કરવી જોઈએ.

​ વજન નિયંત્રિત કરો  

ગર્ભાવસ્થા દરમિયાન વજનમાં વધારો થવો સામાન્ય છે. જો કે, સગર્ભા સ્ત્રીનું વજન ખૂબ વધારે ન હોવું જોઈએ. ડિલિવરી દરમ્યાન વધારે વજન હોવાને લીધે સમસ્યાઓ થઈ શકે છે. હકીકતમાં, જો માતા મોટાપાની સમસ્યાથી પીડાતી હોય તો બાળકને બહાર આવવામાં મુશ્કેલી આવી શકે છે.

વ્યાયામ અને મસાજ કરવાથી ફાયદો થાય છે

સગર્ભાવસ્થામાં નિયમિત વ્યાયામ કરવાથી સામાન્ય ડિલિવરી થવાની સંભાવના વધી જાય છે. આ સિવાય ગર્ભાવસ્થાના 7 મા મહિના પછી, સગર્ભા સ્ત્રીઓ તેમના નીચલા શરીરની માલિશ કરવાનું શરૂ કરી શકે છે. તેનાથી ડીલીવરીમાં આસાની રહે છે અને સામાન્ય પ્રસવ ની સંભાવના વધી જાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment