આ ડોક્ટર્સ વાત કરતા કરતા રડી પડી, જાણો તેણીએ શું કહ્યું ..!!

જેમકે આપણે જાણીએ છીએ દેશભરમાં હાલ કોરોનાએ તેનો પ્રકોપ ચાલુ રાખ્યો છે, કોરોનાની આવી મહામારી વચ્ચે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ દેશના 32 રાજ્યમાં કોરોના નો પ્રકોપ છે. કોરોના સામે લડવા માત્ર એક જ અડીખમ ઉભા છે જે છે મેડીકલ સ્ટાફ. જેઓ દિવસ રાત કરી કોરોના ના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેઓ દર્દીઓને બચાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે.

સોશલ મીડિયા પર હાલ દિલ્હી એઈમ્સમાં કામ કરતા ડોક્ટર ની કહાની સામે આવી છે. તેઓ તેના પરિવારજનો ની ચિંતા કરી રહ્યા છે તો કોઈ સતત પોઝિટિવ દર્દીઓના કોન્ટેક્ટમાં રહેવાથી તેઓ પોતે કોરોના દર્દી બની શકે છે અને જો આવી સ્થિતિમાં ઘરે જાય તો તેમના પરિવારજનોને પણ ચેપ લાગવાના ભય થી પીડાયેલા છે.

આવી જ એક કહાની દિલ્હીની ડો. અંબિકાની છે. દિલ્હીની એઇમ્સ સતત કોરોના વાયરસ દર્દીઓની સારવારમાં વ્યસ્ત છે. સીનિયર તો સીનિયર જુનિયર ડોક્ટર્સ દિવસ-રાત એક કરી દર્દીઓની સારવારના પ્રયાસ કરી રહ્યાં છે. તેઓ ખુદ પાસે પરિવાર સાથે વાત કરવા સુધીનો સમય કાઢી શકતા નથી.

ડો.અમ્બિકાની ભારે હૈયે જણાવ્યું કે મારો પરિવાર એવો પરિવાર છે જે પોતાને મજબૂત હોવાના પ્રયાસ કરે છે. હજુ પણ ગમે ત્યારે ફોન કરું છું તો તેઓ ક્યારેય નથી કહેતા કે ઘરે પરત આવી જાઓ, છોડી દો બધું. આ ગંભીર અને કર્તવ્ય નિષ્ઠ વાતથી દેશભરમાં કામ કરતાં મેડિકલ સ્ટાફને મહદઅંશે પ્રેરણા આપી શકે છે.

દિલ્હી એઇમ્સના ડોક્ટર પવનનું કહેવું છે કે કોરોનાના આ સમયમાં રેસિડેન્ટ ડોક્સર્સ પર પણ ખુબ જ સ્ટ્રેસ છે. એવો ડર હોય છે કે એક ભૂલથી ઇન્ફેક્શન લાગી શકે છે અને આ ઇન્ફેક્શનનો ચેપ ઘરવાળાને લાગી શકે છે. તેઓએ કહ્યું કે હજુ તો સ્ટાર્ટ છે. બધાએ વધુ સાવધાન રહેવાની જરૂર છે. કોરોનાના કેસ વધવાનું શરૂ થશે તો અત્યારે જેટલા સાધનો મળી રહ્યાં છે તેટલા પણ નહીં મળી શકે. આપણે ગાઇડલાઇન્સને ધ્યાને રાખવી જોઇએ અને નિયમોનું પાલન કરવું જોઇએ.

એઇમ્સના જ ડોક્ટર્સ અમનદીપે કહ્યું કે મારી માતા મને અવાર નવાર એજ કહે છે કે દર્દીની સેવા કરતા રહું. તે મને વોઇસ નોટ્સ મોકરી મારા હાલચાલ પુછે છે. જે સાંભળી હું ભાવુક થઇ જાવ છું. હું લોકોને અપીલ કરું છું કે ઘરમાં જ રહો આવું કરવાથી જ આપણે કોરોનાને હરાવી શકીશું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment