આ મંત્રનો જાપ કરવાથી થશે તમામ મનોકામના પૂર્ણ, જાણો કયો છે તે મંત્ર

એવું કહેવામાં આવે છે કે જો હિન્દુ મંત્રો યોગ્ય રીતે પ્રયોજાય છે, તો તે વ્યક્તિઓ માટે હકારાત્મક શક્તિનો સ્ત્રોત બની શકે છે. ભારત દેશ માં ઘણા ધર્મો ના લોકો સદીઓ થી મળીને રહેતા આવ્યા છીએ. દરેક ધર્મ ના પોતાના કેટલાક અલગ મંત્ર એટલે મૂળ છે. ત્યાં દરેક ધર્મ ના લોકો ને ભગવાન તરફ પોતાની અલગ અલગ ધારણાઓ છે. ત્યાં જો હિંદુ ધર્મ ની વાત કરીએ તો ગાયત્રી મંત્ર ને સૌથી શુભ મંત્ર માનવામાં આવે છે. જેનું મહત્વ લગભગ ॐ ના સમાન ગણવામાં આવે છે. આ યર્જુવેદના મંત્ર ॐ ભૂભુર્વ સ્વ: અને ઋગ્વેદના છંદ 3.62.10 ના મેળથી બનેલો છે.

એવું માનવામાં આવે છે કે આ મંત્રના ઉચ્ચારણ અને તેને સમજવાથી ઇશ્વરની પ્રાપ્તિ થાય છે. ગાયત્રી મંત્રમાંથી નિકળનાર તરંગો બ્રહ્માંડમાં જઇને ખૂબ દિવ્ય અને શક્તિશાળી અણુઓ અને તત્વોને આકર્ષિત કરીને જોડી દે છે અને પછી ફરી પોતાના ઉદગમ પર પરત આવે છે જેનાથી માનવ શરીર દિવ્યતા અને પરલૌકિક સુખથી ભરાઇ જાય છે.

ગાયત્રી મંત્રને વેદમાં ચમત્કારી અને ફાયદાકારક કહેવામાં આવ્યો છે. ચારેય વેદમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ જોવા મળે છે. આ મંત્રમાં એટલી શક્તિ છે તે નિયમિત ત્રણ વાર તેનો જાપ કરનાર વ્યક્તિની આસપાસ નકારાત્મક શક્તિઓનો આવતી નથી. ગાયત્રી મંત્રના જાપથી ઘણા લાભ મળે છે. આ મંત્રથી બૌદ્ધિક ક્ષમતા અને મેઘા શક્તિ એટલે કે સ્મરણ શક્તિ વધે છે.

ગાયત્રી મહામંત્ર

ૐ (પરમાત્મા) ભૂ: (પ્રાણ સ્વરૂપ) ભુવ: (દુ:ખનાશક) સ્વ: (સુખ સ્વરૂપ) તત (તે) સવિતુ: (તેજસ્વી) વરેણ્યં (શ્રેષ્ઠ) ભર્ગો: (પાપ નાશક) દેવસ્ય (દિવ્ય) ધીમહી (ધારણ કરો) ધિયો (બુધ્ધિ) યો (જો) ન: (અમારી) પ્રચોદયાત (પ્રેરિત કરો).

ગાયત્રી મહામંત્ર અર્થ

એટલે કે તે પ્રાણ સ્વરૂપ, દુ:ખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્માથી ધારણ કરીએ. તે પરમાત્મા અમારી બુધ્ધિને સારા માર્ગે દોરે.

ગાયત્રી મંત્રનો જાપ માળાથી કરવા ઈચ્છો છો તો 108 મણકાવાળી માળા કરવી જોઈએ. તુલસી અને ચંદનની માળા રાખવી જોઈએ. આ મંત્રને ઝડપથી બોલવો ન જોઈએ. તેના અર્થ અને મહત્વને સમજીને જ તેનો જાપ કરવો જોઈએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment