પતિ-પત્ની વચ્ચેના મતભેદને રોકવા માટે કરો ફક્ત આટલું ….

સામાન્ય રીતે બધા જાણો જ છો કે પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝગડાઓ થતા જ રેહતા હોઈ છે. બે જણા સાથે રહે તો વૈચારિક મતભેદ થાય તે સ્વાભવિક જ છે પણ વાત ત્યારે વધારે વકરે છે જ્યારે બંને કોઈ વાત મનમાંને મનમાં ધરેબી રાખે . નાની નાની વાતો મનમાં ભરી રાખે અને એકાદ દિવસ ગુસ્સે ભરાય ત્યારે બધી ફરિયાદ એક સાથે કહી બેસે છે. મોટાભાગે ફરિયાદો એવી જ હોય છે કે પતિ તમને પૂરતો સમય નથી આપતા કે પછી પરસ્પર સાથે સમય નથી પસાર કરતાં.

જો તમારી સાથે આવું બનતું હોય તો યોગ્ય એ જ રહેશે કે તમે એકબીજાની સાથે બેસીને મનમાં જે હોય તે કહી દો.  આવું થાય તો બંનેને હાઈપર ટેન્શન કે ડિપ્રેશન જેવી બીમારીઓ થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે તમારા મનમાં કોઈ ફરિયાદ કે કોઇ મોટો મતભેદ હોય તો એનો ઉકેલ કેવી રીતે લાવવો.

1. ખરાબ લાગણીઓને મનમાંથી કાઢી નાંખો…

જો તમને કોઈ વાત ના ગમી હોય તો એને મનમાંથી કાઢી નાંખવામાં જ ભલાઈ છે. પરંતુ જો તમે વાત ભૂલી ના શકો તો તમારા સંબંધો હંમેશ માટે બગડી શકે છે. જો મનની વાત મનમાં જ રહેશે તો એક દિવસ બીજા કોઈ સ્વરમાં બહાર આવી જશે. આમપણ ગુસ્સામાં કહેવાયેલી વાતોથી સંબંધો વણસી શકે છે. તેથી જ મન શાંત હોય ત્યારે શાંતિથી વાતચીત કરીને ફરિયાદનો ઉકેલ લાવવો જોઈએ.

2. સ્પષ્ટ વાત કરો..

ઘણાં લોકો વાત કરવાની હોય ત્યારે સ્પષ્ટ કહેવાને બદલે ગોળગોળ વાતો કર્યાં કરે છે. આવી વાતો કોઈને નથી ગમતી. યોગ્ય રસ્તો એ છે કે જે કહેવું છે તે સ્પષ્ટ અને સમજાય તેવી ભાષામાં કહી દો. એનાથી સામેના વ્યક્તિને ખ્યાલ આવી જશે કે તમને શું તકલીફ છે અને એ પણ તમને ખુલાસો આપી શકશે. કહ્યાં વિના તમે પણ કોઇના મનની વાત નથી જાણી શકતાં તો પછી બીજા પાસે એવી અપેક્ષા શા માટે રાખવી જોઈએ.

તમારે તમારી લાગણી વ્યક્ત કરવી પડશે. જો તમે ઇચ્છતાં હોવ કે પાર્ટનર તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરે તો તમારે એમને કહેવું પડશે. શક્ય છે કે આવી ફરિયાદ તમને એકલાને જ ના હોય, એ પણ એવી ફરિયાદ કરે કે તમે કામમાં હોવ ત્યારે એમના તરફ ધ્યાન નથી આપતા. આમ તમે શાંતિથી વાત-ચીત કરીને સમસ્યાનું સમાધાન લાવી શકો છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment