જાણો ભવિષ્યમાં થનારી દુર્ઘટના વિશે, ક્યાંક તમારી સાથે તો નથી થવાની ?

દરેક લોકો જાણે છે કે જે જન્મે છે તેનું મૃત્યુ નક્કી જ છે. દરેક પ્રાણી માત્ર જીવ જંતુ દરેક નો નાશ તો નક્કી જ હોઈ છે. પરંતુ કોઈ એ નથી જાણતું કે કોનું મૃત્યુ ક્યારે આવશે. જો જન્મકુંડળીની વાત કરીએ તો તેમાં વ્યક્તિનો ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન બધું લખેલું જ હોઈ છે. ભૂતકાળ માં કેવું જીવન જીવ્યા, ભવિષ્યમાં તમારા જીવન પર કેવા કેવા સંકટો આવી શકશે વગેરે કુંડળી માં લખેલું હોઈ છે.

જ્યોતિષ શાસ્ત્રના પ્રાથમિક જ્ઞાનની થોડી જાણકારી અને સમજપૂર્વક કુંડળીનો અભ્યાસ કરવામાં આવે તો જીવનમાં બનતી દુર્ઘટના વિશે કુંડળી દ્વારા જાણી શકાય છે. કેવી રીતે જાણવા કુંડળીમાં છુપાયેલા આ રહસ્ય જાણી લો આજે તમે પણ. અહીં કુંડળીના અલગ અલગ સ્થાન અને ગ્રહોનું વર્ણન કરવામાં આવ્યું છે. જે જીવનમાં બનતી દુર્ઘટનાઓ તરફ સંકેત કરે છે. કુંડળીના આવા યોગ જીવનમાં દુર્ઘટના બનવાની પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરે છે. તો આવો જાણીએ સૌથી પહેલાં કયા કયા છે આવા યોગ.

કુંડળીમાં છઠ્ઠા અને આઠમા ભાવનો સ્વામી કોઈ અશુભ ગ્રહ સાથે હોય તો તે જાતક સાથે દુર્ઘટના ઘટવાની પ્રબળ સંભાવનાઓ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દુર્ઘટનાનો સીધો સંબંધ લગ્ન અને લગ્નેશ સાથે હોય છે. તેથી લગ્નમાં શુભ ગ્રહ હોય તે ઉત્તમ સ્થિતી ગણાય છે. પરંતુ જ્યારે કોઈ મારક અથવા અશુભ ગ્રહ લગ્ન અથવા લગ્નેશ પર ગોચર કરે છે તો વ્યક્તિ દુર્ઘટનાની ચપેટમાં આવે છે. જ્યારે મારક ગ્રહની અંતરદશા ચાલતી હોય ત્યારે પણ જાતકને દુર્ઘટનામાં કષ્ટ થવાની સંભાવના વધી જાય છે.

જ્યારે પણ કુંડળીમાં મંગળ અને શનિ મળે છે ત્યારે દુર્ઘટનાના યોગ સર્જાય છે. આ ઉપરાંત લગ્ન અથવા દ્વીતીય ભાવમાં રાહુ અને મંગળ હોય ત્યારે પણ દુર્ઘટનાના યોગ બને છે. જ્યારે લગ્નમાં શનિ અને મંગળ ગ્રહ હોય તો તે પણ નુકસાનકારક હોય છે. કુંડળીના ત્રીજા ભાવમાં મંગળ અથવા શનિ સ્થિત હોય તો પણ તે જાતક માટે ઘાતક દુર્ઘટનાનો સંકેત કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment