જાણો 50 વર્ષની ઉંમર વટાવ્યા પછી લોકોએ કેવો ખોરાક આરોગવો

આપણો ભારત દેશ સ્વતંત્ર દેશ છે. આપણા દેશના લોકો ખાવા પીવાના ખુબ જ શોખીન છે. ખાવાના શોકીન લોકો જ્યારે ખાવાનો આનંદ ઉઠાવે છે ત્યારે તેમને ખબર નથી રહેતી કે ખાવાના પણ કેટલાક નિયમ હોય છે. લોકોએ કેવા પ્રકારના ખોરાક ખાવાથી તેનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે એ બધા સવાલ ખુબ જ મહત્વપૂર્ણ બની રહે છે. આજે અમે તમને જણાવીશું કે 50 વર્ષ વટાવ્યા પછી લોકોએ કેવા પ્રકારના ખોરાક આરોગવા અને કઈ ચીજવસ્તુનનું ધ્યાન રાખવું જોઈએ. તબીબો દ્વારા મળતી વિગતો મુજબ હળદર, મકાઈના પૌવા, તજ જેવી ચીજવસ્તુઓનું સેવન લોકો કરે તો ૫૦ વર્ષની ઉંમર પછી પણ લોકોનું સ્વાસ્થ્ય પૂર્ણત: જળવાય રહેશે તેવું પણ જાણવામા આવી રહ્યું છે. આવો જાણીએ વધુ ..

૫૦ વર્ષ પછી લોકોએ તેમની ફુડ હેબિટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત જરૂરી બન્યું છે. ખોરાકના અતિરેક સેવનથી ચામડી તથા મગજને ઘણીખરી અસર પહોંચે છે. આ તકે જો લોકો સ્વાસ્થ્યવર્ધક ખોરાકનું સેવન કરે તો તેેમને પડતી મુશ્કેલીઓમાંથી ઘણાખરા અંશે બચી પણ શકે છે અને તેમનું સ્વાસ્થ્ય પણ જળવાય રહે છે. તબીબોનાં સુચનથી એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, લોકોએ ખોરાકની સાથો સાથ ફ્રેશ ફ્રુટનું પણ સેવન કરવું જોઈએ સાથો સાથ લીલા શાકભાજીને પણ આરોગવા જોઈએ.

૫૦ વર્ષની ઉંમર બાદ રાસબરી કે જેમા ફાયબરનું પ્રમાણ વધુ હોવાથી પાચન શકિતમાં પણ ઘણોખરો વધારો થાય છે. સાથો સાથ ૫૦ વર્ષ વટાવ્યા પછી લોકોએ તેમના ખોરાકમાં પાલક, સફરજન, વટાણા, બિન્સનો ઉપયોગ કરવો જોઈએ. જયારે કોન્ફલેકસ એટલે કે મકાઈના પૌવાનું પણ સેવન કરવું જોઈએ જેથી એસીડીટીનો પ્રશ્ર્ન જો કોઈને સતાવતો હોય તો તેઓ તેનાથી બચી શકે છે.

લોકોએ તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે બી-૧૨ યુકત ખોરાકને આરોગવું અનિવાર્ય છે જેથી લોકોનું સ્વાસ્થ્ય પૂર્ણત: જળવાય રહે. આ તકે લોકોએ હળદર, તજ જેવા આસોડીયાનું સેવન પણ કરવું જોઈએ જેથી લોકોની રોગપ્રતિકારક શકિતમાં વધારો થઈ શકે છે.

હળદરનું સેવન કરવાથી કોગનેટીવ રોગોમાંથી પણ મુકિત મળે છે. જો આ તમામ ચીજવસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી લોકો આ તમામ ઓસડીયા, લીલા શાકભાજી, ફળોનું સેવન કરે તો ૫૦ વર્ષની ઉંમર બાદ તેઓને કોઈપણ શારીરિક તકલીફ પડતી નથી અને તેઓ તેમનું જીવન ખુબ જ સરળતાથી જીવી શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment