શા માટે ઘરના દરવાજે બાંધવામાં આવે છે આસોપાલવનું તોરણ ? જાણો તેનું મહત્વ

કહેવામાં આવે છે કે, ‘ધરતીનો છેડો એટલે કે ઘર’. ઘરનો મુખ્ય દ્વારા બહુ જ મહત્વ રાખે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના મુખ્યદ્વારને લઈને બહુજ સાવધાની રાખવી પડે છે. ઘરનો મુખ્ય દ્વાર પરિવારને ખુશીઓથી જોડાયેલી રાખે છે.  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર,ઘરનો મુખ્ય દ્વાર સુખ સમૃદ્ધિ અને વિદ્વાનતાને બતાવે છે. તેથી ઘરના મુખ્ય દ્વારને હંમેશા સજાવટ રાખવાની પંરપરા છે. 

હિંદુ ધર્મમાં જેમ પીપળો, વડ, બિલિ, તુલસી, કેળ, શમીના વૃક્ષોને શુભ માનવામાં આવે છે તેમ આંબો અને આસોપાલવને પણ શુભ માનવામાં આવે છે. વાર તહેવાર આપણે આપણાં ઘરના મુખ્ય દ્વારે આંબાના પાન કે આસોપાલવના પાનનું તોરણ બાંધીએ છીએ. માત્ર ઘરના દરવાજા પર જ નહીં, જ્યારે પૂજાનો કળશ તૈયાર કરવામાં આવે છે. ત્યારે તેના પર પણ આંબાના પાન મૂકવામાં આવે છે. આ સિવાય જ્યારે હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન થઈ રહ્યાં હોય ત્યારે, પણ મંડપને આંબાના પાનથી જ સજાવવામાં આવે છે. આવો વધુ જાણીએ તેના મહત્વ વિશે ..

શા માટે છે આંબાના પાનનું આટલું મહત્વ?

પ્રવેશ દ્વાર પર આંબાના પાનનું કે આસોપાલવનું તોરણ લગાવવાથી દરેક કાર્ય કોઈપણ વિઘ્ન વિના સારી રીતે પાર પડી જાય છે.આસુરી તત્વ બહાર જ રહે છે.

સુખ-સમૃદ્ધિ વધારવા માટે

એક માન્યતા મુજબ આંબાનું લાકડું, ઘી અને હવન સામગ્રી વગેરેના હવનમાં ઉપયોગથી વાતાવરણમાં સકારાત્મકતા વધે છે. બહારથી આવતી હવા જ્યારે પણ આ પાનનો સ્પર્શ કરીને ઘરમાં પ્રવેશે છે તો સાથે સકારાત્મક કણોને પણ સાથે લાવે છે. આ હવાથી સુખ-સમૃદ્ધિ વધે છે અને ઘરમાંથી કંકાસ દૂર થાય છે.

ધાર્મિક કાર્યોમાં મહત્વ

નવજાત બાળકના પારણાંને પણ આંબાના પાનથી સજાવવામાં આવે છે. આ સિવાય એવા અનેક ધાર્મિક કર્મ-કાંડ અને મંગળ કાર્યો છે. જેમાં આંબાના પાનનો અચૂક ઉપયોગ કરવામાં આવે છે.

હનુમાનજીની કૃપા મેળવવા

ધાર્મિક માન્યતા અનુસાર કેરીને હનુમાનનું પ્રિય ફળ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જ્યાં પણ કેરી અથવા કેરીના પાન હોય છે ત્યાં હનુમાનજીની વિશેષ કૃપા વરસે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment