શા માટે કપલએ જોવું જોઈએ એકસાથે મુવી

ફિલ્મો મનોરંજન માટેનો શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. કારણ કે ફિલ્મો દર્શકોની ભાવનાઓને અસર કરે છે અને ખાસ મેસેજ પણ લોકો સુધી પહોંચાડે છે. જો કે અન્ય લોકો કરતાં વધારે ફાયદો ફિલ્મો કપલને કરે છે.  નિષ્ણાંતો કહે છે કે કપલ્સએ ફિલ્મો સાથે જ જોવી જોઈએ. કપલના સંબંધોમાં પ્રેમ વધારવાની સાથે સાથે તેમના બોન્ડિંગને મજબૂત બનાવવામાં પણ ફિલ્મો મદદ કરી શકે છે.

સાથે સમય વિતાવવાની તક

એક સાથે મૂવી જોવાનો સીધો અર્થ એ છે કે તમે 2થી 3 કલાકનો સમય સાથે વિતાવશો. થિયેટરમાં અથવા ઘરે મૂવી જોતી વખતે એકબીજાની પાસે બેસવું, હાથ પકડવો, જેવી બાબતો આ અનુભવને યાદગાર બનાવે છે. 

સંબંધ સુધરે છે

રોમેન્ટિક મૂવી ભાવનાઓને અસર કરે છે. ફિલ્મમાં કેટલીકવાર એવા દ્રશ્યો આવે છે જે દંપતીની પોતાની જિંદગી જેવા દેખાય છે. મૂવીની આ વાત યુગલને સંબંધ સુધારવાનો મેસેજ પણ આપે છે. ઉદાહરણ તરીકે જો મૂવીનો હીરો હિરોઇનના કિચનમાં મદદ કરે છે અને વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢી તેને ડેટ પર લઈ જાય છે તો તેનું અનુકરણ કોઈક કપલ રીઅલ લાઇફમાં પણ કરી શકે છે.

સ્ટ્રેસ ઘટે છે

પતિ પત્નીનું વ્યસ્ત શેડ્યૂલ તેમને ઘણી રીતે તાણમાં રાખે છે.  આવી સ્થિતિમાં એક મનોરંજક ફિલ્મ તમને હળવાફૂલ કરી શકે છે. 

રોમાન્સની તક

પલંગ પર સૂતા સૂતા મૂવી જોવાથી કપલ શારીરિક રીતે પણ નજીક આવી શકે છે. રોમાન્ટિક મૂવી તમારા સંબંધમાં ઉષ્મા લાવી શકે છે. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment