શા માટે કાળ ભૈરવને માનવામાં આવે છે કાશીના કોતવાલ? જાણો

કાલ ભૈરવ રુદ્રના પાંચમા અવતાર મનાય છે. ‘કાલ’નો અર્થ ‘સમય’ થાય છે. મનુષ્ય-પ્રાણીના મૃત્યુ સમયની વાસનાના આધારે જીવની જે ગતિ થાય છે, તે પ્રમાણે જીવદશા દરમિયાન કરેલાં કર્મની ગતિ અનુસાર ‘સમય’ ઓળખવવાનું અતિ કઠીન કાર્ય ‘કાલ ભૈરવ’ કરે છે. કાળ ભૈરવની પૂજા માટે માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ સાચા મનથી કાળ ભૈરવની પૂજા કરે છે એના જીવનથી જાદુ, ભૂત પ્રેત તેમજ અન્ય કોઈ પણ બાધાનો ડર જીવનથી દુર થઇ જાય છે. બ્રહ્માના પાંચમા મુખનું ગર્વથી ખંડન થતાં કાશી (વારાણસી)માં જઇને પ્રસ્થાપિત થયેલા કાલ ભૈરવ કાશીના કોતવાલ તરીકે પ્રસિદ્ધિ પામ્યા.

કાળ ભૈરવને કાશીના કોતવાલ માનવામાં આવે છે. બાબા વિશ્વનાથ કાશીના રાજા ઓળખાય છે. એવી માન્યતા છે કે બાબા ભૈરવના દર્શન કર્યા વગર જો કોઈ ભગવાન વિશ્વનાથના દર્શન કરે છે તો એને કાશી દર્શનનું શુભ ફળ નથી મળતું.

ભગવાન શિવને રુદ્રાવતાર કાળ ભૈરવનો જન્મ અગહન મહિનાની કૃષ્ણ પક્ષની આઠમની તિથિના દિવસે માનવામાં આવે છે. શિવ પુરાણમાં ભૈરવનો જન્મ લઈને એક વાર ભગવાન નારાયણ અને શંકરને લઈને વિવાદ થઇ હયો હતો. આ વિવાદમાં શ્રેષ્ઠતાને લઈને બંનેમાં યુદ્ધ થઇ ગયું હતું. પરંતુ શ્રેષ્ઠતાને સિદ્ધ કરવા માટે દેવતાઓએ વેદોને પૂછ્યું તો એનો જવાબ મળ્યો કે જેની બાજુ સંપૂર્ણ વિશ્વ પ્રારંભથી અંત સુધી ભૂત, ભવિષ્ય અને વર્તમાન વસેલું છે તે ભગવાન શંકર જ છે. શિવ જ શ્રેષ્ઠ છે, પરંતુ ભગવાન બ્રહ્માજી એ ભોલે બાબાનું અપમાન કરી દીધું હતું.

વેદ એ જયારે ભગવાન શિવ ને શ્રેષ્ઠ જણાવ્યા તો બ્રહ્માજી એમના પાંચમાં મુખથી અપશબ્દ બોલી ગયા. જેના પછી ભગવાન શંકર ના તેજથી રુદ્રાવતાર કાલ ભૈરવની ઉત્પત્તિ થઇ. એના પછી કાલ ભૈરવ એ એમના નખથી બ્રહ્માજીના પાંચમાં મુખને કાપી નાખ્યું. જે કારણથી ભૈરવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું.

આ પાપથી બચવા માટે ભગવાન શિવે કહ્યું કે આનું પ્રાયશ્ચિત કરવા માટે તમે પૃથ્વી પર એ જગ્યા પર જાવ જ્યાં તમારા હાથથી બ્રહ્માજી નું માથું ધરતી પર પડી જાય તો સમજી જવું કે પાપનું પ્રાયશ્ચિત થઇ ચુક્યું છે. એના પછી કાશીમાં જ ભૈરવના હાથથી બ્રહ્માનું શીષ પડ્યું. અહિયાં બ્રહ્મ હત્યાના પાપથી ભૈરવને મુક્તિ મળી. જેના પછી ભૈરવને કાશીના કોતવાલના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment