શું તમને ખબર છે શા માટે બાંધવામાં આવે છે રક્ષાસૂત્ર ? જાણો તેનાથી થતા લાભો

સામાન્ય રીતે તમે બધા જ જાણતા હશો કે જયારે પણ આપણે મંદિરમાં જઈએ ત્યારે પુજારી તેના ભક્તોના હાથમાં દોરો જરૂર બાંધે છે. આ ધાગાને રક્ષા સૂત્ર ના નામથી પણ ઓળખવામાં આવે છે. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિના દોષો નિવારવા માટે અનેક ઉપાયો જણાવ્યા છે. આવો જાણીએ વિશેષ ..

http://www.laughinggujju.com/wp-content/uploads/2018/07/1-10.jpg

જ્યોતિષ શાસ્ત્ર મુજબ કાંડા પર બાંધેલા આ કવચ વ્યક્તિની અંદર હંમેશા સકારત્મક ઉર્જાનો સંચાર કરે છે. ઘણા લોકોને આ વાતની ખબર નહી હોય કે જો વ્યક્તિ પોતાના ઈષ્ટ દેવ પ્રમાણે દોરો બાંધે છે તો તેની તમામ સમસ્યા દૂર થઈ જાય છે. પંરતુ તેને બાંધવાની એક રીત હોય છે, જેનાથી પોતાની તમામ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકાય છે.

http://www.laughinggujju.com/wp-content/uploads/2018/07/2-11.jpg

જ્યોતિષની અંદર રક્ષાસૂત્રનું અનેરું મહત્વ માનવામાં આવ્યું છે. કોઈ પણ પૂજા પહેલા પંડિત પણ કેટલાંક વિશેષ મંત્ર ઉચ્ચારણની સાથે પૂજા કરનાર વ્યક્તિના હાથ પર રક્ષાસૂત્ર બાંધે છે. એટલા માટે જો હાથ પર દોરો બાંધેલો રહે તો તેને પૂરા વિધિ-વિધાન સાથે બાંધવો, જેથી તમને તેનો લાભ પ્રાપ્ત થાય.

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ભગવાન અને ગ્રહ પ્રમાણે અલગ અલગ રંગ અને ધાગાનું રક્ષાસૂત્ર બાંધવાનું વિધાન લખવામાં આવ્યું છે. જાણે ક્યા ગ્રહ અને દેવતાને ક્યો રક્ષા સૂત્ર બાંધવો જોઈએ?

શનિ-

ભગવાન શનિ માટે વાદળી રંગ શુભ માનવામાં આવે છે.આથી તેની કૃપા માટે વાદળી રંગનો સૂતરનો દોરો બાંધવો જોઈએ.

બુધ-

બુધ ગ્રહ માટે લીલા રંગનો સોફ્ટ દોરો બાંધવો જોઈએ.

ગુરુ અને વિષ્ણુ-

ગુરુ ને મંગલકારી ગ્રહ માનવામાં આવે છે આથી ગુરુના ગ્રહ માટે હાથમાં પીળા રંગનો રેશમી દોરો બાંધવો જોઈએ.

ચંદ્ર અને શિવ-

મસ્તક પર ચંદ્ર ધારણ કરેલ ભગવાન શિવની કૃપા અથવા ચંદ્રના સારા પ્રભાવ માટે સફેદ દોરો બાંધવો જોઈએ.

શુક્ર અને લક્ષ્મી-

શુક્ર એ ધનની દેવી લક્ષ્મી નો ગ્રહ છે આથી લક્ષ્મીની કૃપા માટે સફેદ રેશમી દોરો બાંધવો જોઈએ.

રાહુ-કેતુ અને ભૈરવ-

રાહુ-કેતુ અને ભૈરવ માટે કાળો રંગ શુભ મનાય છે આથી તેની કૃપા માટે કાળા રંગનો દોરો બાંધવો જોઈએ.

મંગળ અને હનુમાન-

http://www.laughinggujju.com/wp-content/uploads/2018/07/7-4.jpg

પવનપુત્ર તથા શ્રી રામ ભક્ત હનુમાન અથવા મંગળ ગ્રહની કૃપા માટે લાલ રંગનો દોરો હાથમાં બાંધવો જોઈએ.

આમ દરેક વ્યક્તિએ જે તે ભગવાન ની કૃપા મેળવવા માટે દોર બાંધવો જોઈએ. આ માટે સુથી પહેલા તમે જે ભગવાનું દોરો ધારણ કરવા માંગો છો તે ભગવાનના વારે મંદિરમાં જઈ ભગવાન ની પૂજા કરાવી.

http://www.laughinggujju.com/wp-content/uploads/2018/07/8-2.jpg

ભગવાન ની પૂજા કાર્ય બાદ તેનું ધ્યાન ધરી તમે લીધેલા આ દોરને ભગવાનના ચરણોમાં અર્પણ કરવો, ત્યાર બાદ મંદિર ના પુજારીને યથા યોગ્ય દાન કરવું અને ત્યાર બાદ ભગવાનના ચરણોમાં ચડાવેલા આ દોરને પૂરી શ્રદ્ધા થી તમારી કલાઈ પર બંધાવો.

આમ પૂરી વિધિવત રીતે અને શ્રદ્ધા થી ભગવાનના ચરણોમાં અર્પણ કરેલા દોરને તમારા કાંડામાં ધારણ કરવાથી તમને તેના યોગ્ય લાભ અવશ્ય થશે. આ દોરો તમારા માટે એક પ્રકારના રક્ષા કવચ નું કામ કરશે અને તમને દરેક મુશ્કેલીઓ માંથી ઉગારશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment