આખરે શા માટે મનાવવામાં આવે છે મહાશિવરાત્રીનો આ તહેવાર, આ ખાસ દિવસ પર કેવી રીતે કરશો શિવજીની પૂજા?

મહાશિવરાત્રી નો પર્વ શિવ ભક્તો માટે ઘણો જ ખાસ હોઈ છે, કેમકે આ દિવસને શિવ ભગવાનના જન્મ નો દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે એક વાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે શ્રેષ્ઠતાને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે તેના વિવાદ ને સુલઝાવવા માટે ભગવાન શિવ લિંગ રૂપે પ્રગટ થયા હતા. એક બીજી માન્યતા મુજબ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી ના વિવાહ થયા હતા. એટલા માટે આ દિવસ ખાસ છે.

વર્ષમાં આવે છે 12 શિવરાત્રી –

એક વર્ષમાં કુલ 12 શિવરાત્રી આવે છે એટલે કે દરેક મહીને એક શિવરાત્રી.  વર્ષમાં આવતી દરેક શિવરાત્રીમાંથી ફાગણ માસમાં આવતી મહાશિવરાત્રીનો અનેરો મહિમા છે. શિવરાત્રી વ્રત દરેક મહિના ની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ રાખવામાં આવે છે. માનવામાં આવે છે કે શિવરાત્રીના દિવસે મધ્ય રાત્રીએ ભગવાન શિવ એક લિંગ રૂપે પ્રગટ થયા હતા. એટલા માટે શિવરાત્રી ની પૂજા રાત્રે કરવાનું વધુ વિષેશ મહત્વ હોઈ છે.

મહાશિવરાત્રીનો ઈતિહાસ –

શિવ પુરાણની કથા મુજબ એકવાર બ્રહ્માજી અને વિષ્ણુજીમાં વિવાદ થઈ ગયો કે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે. બ્રહ્માજી સૃષ્ટિના રચયીતા હોવાના લીધે શ્રેષ્ઠ હોવાનો દાવો કરી રહ્યા હતા અને ભગવાન વિષ્ણુ પૂરી સૃષ્ટિ ના પાલનકર્તા ના રૂપમાં સ્વયંને શ્રેષ્ઠ કહી રહ્યા હતા. ત્યારે જ ત્યાં એક વિરાટ લિંગ પ્રગટ થયું. બંને દેવતાઓની સહમતી થી આ નિર્યણ કરવામાં આવ્યો કે જેને પણ આ લિંગનો અંત પહેલા મળે તેને જ શ્રેષ્ઠ માનવામાં આવશે.

ત્યારે બંને વિરુદ્ધ દિશામાં શિવલિંગનો છોર ગોતવા લાગ્યા. અંત ના મળવા પર વિષ્ણુજી પાછા ફર્યા. બ્રહ્માજી પણ સફળ ના થયા. પરંતુ તેણે વિષ્ણુજી પાસે આવીને કહ્યું કે તેને છોર એટલે કે અંત મળી ગયો છે. તેમણે કેતકીના ફૂલને આ વાતની સાક્ષી બતાવી. બ્રહ્માજી ના જુઠ બોલવા પર સ્વયમ શિવજી ત્યાં પ્રગટ થયા અને તેમને બ્રહ્માજી નું એક માથું કાપી નાખ્યું અને કેતકીના ફૂલને શ્રાપ આપ્યો કે શિવજીની પૂજામાં ક્યારેય પણ કેતકીના ફૂલનો સમાવેશ નહી થાય. કેમકે આ ફાગણ માસનો 14 મો દિવસ હતો જે દિવસે શિવજીએ ખુદને લિંગ સ્વરૂપમાં પ્રગટ કર્યા હતા. આ દિવસને ખુબ જ શુભ અને વિશેષ માનવામાં આવે છે અને મહાશિવરાત્રી ના રૂપમાં મનાવવા માં આવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment