શું તમે પણ Zomato લવર છો ? જાણો શા માટે આ મહિલાને તેમાંથી મંગાવેલા પિઝ્ઝાના ચુકવવા પડ્યા એક લાખ રૂપિયા

આજકાલ વધતી જતી ફેશન અને ટાઈમના અભાવ ના લીધે લોકો ઓનલાઇન ખરીદી અને ઓનલાઇન જ જમવાના ઓર્ડર કરતા હોઈ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે નોઈડા ની એક મહિલાને એક પીઝ્ઝો એક લાખ રૂપિયા માં પડ્યો. જી હા, નોઇડામાં રહેતી શ્વેતા નામની આ મહિલા ને ઓનલાઈન પીઝ્ઝો મંગાવવો પડ્યો ભારી.

સાઈબર ફ્રોડની શિકાર બનેલી નોઈડાની મહિલા શ્વેતાનો આરોપ છે કે તેમને ઓનલાઈન ફૂડ સર્વિસ આપનારી કંપની Zomatoના કસ્ટમર કેર નંબર ઉપર ફોન કરીને પિઝા બુક કરાવ્યો હતો. જેના પૈસા પણ ચૂકવી દીધા હતા. ત્યારબાદ તરત જ તેમના યુપીઆઈ ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.

શ્વેતાના જણાવ્યા પ્રમાણે ઝોમેટોના કસ્ટમર કેયરની તરફ પોતાના ઓર્ડરથી સંતુષ્ટ નાં હતી એટલે રિફન્ડના પૈસા પાછા મેળવવા માટે એક લિંક મોકલી હતી. તેમણે જેવી જ એ લિંક ઉપર ક્લિક કર્યું તે તેમના યુપીઆઈ ખાતું હેક થયું ત્યારબાદ બે દિવસની અંદર એક લાખ રૂપિયા ઉપડી ગયા. ત્યારબાદ જાણકારી મળી હતી કે જે નંબર ઉપર તેમણે કોલ કર્યો હતો એ નંબરથી ઝોમેટોને કોઈ લેવા દેવા નથી.

શ્વેતાએ પેટીએેમના ગ્રાહક સેવા અધિકારીને ફોન કર્યો કારણ કે તેમણે પેટીએમ થકી યુપીઆઈથી જોડાયેલા પોતાના ખાતામાંથી પેમેન્ટ કર્યું હતું. શ્વેતાએ બેન્કમાં પણ આ છેતરપિંડીની જાણકારી આપી હતી. ત્યારબાદ બેન્કે જણાવ્યું કે ઊપાડેલા પૈસા 8-9 બેન્કોના ખાતામાંથી મોકલવામાં આવ્યા છે.

પીડિતાએ માહિતી આપ્યા બાદ બેન્કે એ બધા ખાતાઓને બ્લોક કરી દીધા હતા. ત્યારબાદ શ્વેતાને વિશ્વાસ અપાવ્યો હતો કે તપાસ બાદ જો તેમનો દાવો સાયો નીકળશે તો તેમને પૈસા પાછા આપવામાં આવશે. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment